Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

BLO શિક્ષકના મોબાઇલ BLO એપ ડાઉનલોડ કામગીરીએ શિક્ષક ઉપર અવિશ્વાસ સમાન છે!!

રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘે કલેકટરને આવેદન પાઠવી સાફસાફ જણાવી દિધુ.... : શિક્ષકો એપ્લીકેશન ડાઉનલોડ નહિ કરે અને ઓનલાઇન કામગીરી નહિ કરે...

રાજકોટ તા.૦૫: રાજકોટ શહેર માધ્યમિક સંઘે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી BLO ઓનલાઇન કામગીરી અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે રાજકોટ શહેરમાં બી.એલ.ઓ.ની  કામગીરી ઓનલાઇન કરવા માટે બી.એલ.ઓ. શિક્ષકના મોબાઇલમાં બી.એલ.ઓ.ની એપ ડાઉનલોડ કરવા અને મતદારોની માહિતી ઓનલાઇન કરવા જણાવેલ છે. ખરેખર બી.એલ.ઓ.ની આ ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનાર હોય તથા બી.એલ.ઓ./શિક્ષકને સરકારે સ્માર્ટ મોબાઇલ ફોન, સીમકાર્ડ કે નેટ આપેલ ન હોય તેથી બી.એલ.ઓ. / શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરશે. માહિતી ઓનલાઇન કામગીરી કરશે નહિ અને આ કામગીરીમાં જે સમય મર્યાદા આપી છે તે પુરી થઇ શકે એમ નથી અને છ માસીક પરીક્ષા પણ નજીક હોવાથી અભ્યાસ ક્રમ ઉપર તેની અસર થાય એમ છે. તેથી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ઘટતુ કરવા વિનંતી

(4:17 pm IST)