Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા સાડા આઠ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૫: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા સાથે ફરીયાદીને રૂ.૮,૫૦,૦૦૦નું વળતર ચુકવવાનો હુકમ કરતા રાજકોટના અધિક ચીફ.જયુ.મેજી શ્રી એન.એચ.વસવેલીયા મેડમે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી વિશ્વાસ કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દરજજે રામકૃષ્ણભાઇ દલસાણીયાએ આ કામના આરોપી જોરૂભા હરસુરભાઇ ગોવાણીયા તે જી.પી.ટ્રેડર્સના ભાગીદારી પેઢીના ભાગીદાર છે. આ કામના આરોપીઓને તા.૧-૭-૨૦૧૬ના રોજ ધંધાકીય સંબંધ હોવાથી તેઓ સંબંધ ના દાવે રૂ.૮,૫૦,૦૦૦ (અંકે રૂપિયા આઠ લાખ પચાસ હજાર પુરા) રોકડા લીધેલ હતા. જે રકમ અમો ફરીયાદી એ આરોપી નં.૨ને રૂબરૂ માં આપેલ હોય તથા આરોપીએ રકમ સ્વીકારીને રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર ''પ્રોમીસરી નોટ''નોટરી પાસે રજીસ્ટ્રેશન કરાવેલ હોય. જેના રજીસ્ટ્રેશન કરાવેલ હોય. તેમજ આરોપી નં.૨એ ફરીયાદી પાસેથી ઉપરોકત રકમ સ્વીકારેલ હોય કે ''સદરહું રકમ તમો વિશ્વાસ કોટનના નામથી ચાલતી ભાગીદાર પેઢીને માસ-૧ (દિવસ-૩૦)માં પરત ચુકવવાના છે.'' જે રકમ આરોપીઓ પાસેથી પરત માંગતા આરોપી નં.૨એ રૂ.૮,૫૦,૦૦૦ નો ચેક આપતા તે ચેક ફરીયાદીએ વટાવવા નાંખતા ચેક પરત ફરેલ જેની જાણ આરોપીને કરેલ પરંતુ આરોપીએ રકમ પરત કરેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ ચેક રીર્ટનનો કેસ રાજકોટ કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો.

બંન્ને પક્ષોની દલીલો સાંભળીને શ્રી એન.એચ.વસવેલીયા મેડમે એવું તારણ આપેલ કે, ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને રાખી આરોપી જોરૂભા હરસુરભાઇ ગોવાણીયા જે.જી.પી.ટ્રેડર્સના ભાગીદારને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેક ની રકમ મુજબ રૂ.૮,૫૦,૦૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા જો આરોપી સદરહું રકમ ન ચુકવે તો વધુ છ (૬)માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ શ્રી એન.એચ.વસવેલીયાએ હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં ફરીયાદી-રામકૃષ્ણભાઇ દલસાણીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઇ ડી.દોશી,ગૌતમ એમ.ગાંધી,વૈભવ કુંડલીયા રોકાયેલ હતા.

(4:16 pm IST)
  • ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર્ના ભડભાદર ભાદર ડેમમાં નવા નીરની આવક : ભાદર ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક થઇ :ડેમની જળસપાટી 27,35 ફૂટે પહોંચી : ઓવરફ્લો થવામાં 6,75 ફૂટ છેટું : access_time 10:34 pm IST

  • બ્રિટનમાં ભારતીય દૂતાવાસમાં તોડફોડ મામલે બે આરોપી પ્રદર્શનકારીઓની ધરપકડ :માર્ચ પાર્લિયામેન્ટ સ્કવેયરથી શરૂ થઈને ભારતીય દૂતાવાસ તરફ પહોંચી :ભારત વિરોધી નારા લગાવવા સાથે કાશ્મીરની આઝાદીના પણ નારા લગાવ્યા :ભારતીય દૂતાવાસ બહાર હિંસક પ્રદર્શન અને તોડફોડ મામલે બે લોકોની ધરપકડ access_time 1:11 am IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા MoS ફાયનાન્સ અને કોર્પોરેટ અફેર્સ અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 10:52 pm IST