Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સમર્પણ યંગ ગ્રુપ દ્વારા ગઢીયાનગરમાં ગણેશોત્સવ

જય ગણેશઃ સમર્પણ યંગ ગ્રુપ (બ્રાહ્મણીયાપરા) દ્વારા સંત કબીર રોડ પર પોપટ વાલા બિલ્ડીંગ પાછળ, ગઢીયાનગરના ત્રિલોકનાથ મહાદેવ મંદિરના મેદાનમાં સાર્વજનિક ગણેશોત્સવનું પ્રથમ વખત આયોજન કરાયેલ છે. સ્થાનિક રહેવાસીઓ સહયોગી બન્યા છે. દરરોજ રાત્રે ૯ વાગ્યે આરતી કરવામાં આવે છે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડીયાએ સજોડે આરતીનો લાભ લીધેલ. આયોજનમાં સંસ્થાના સભ્ય મૌલિક સંચાણીયાએ વિશેષ જહેમત ઉઠાવેલ છે. ઉપરાંત અન્ય સભ્યો ઉતમ સીણોજીયા, યોગેશ ચોટલીયા, મિતલ રામાણી, દીપ ચોટલીયા, હિરેન મેવાડા, હિરેન ચોટલીયા, જય પાટડીયા, કિશોર રાઘવાણી વગેરે કાર્યરત છે. સૌ ભાવિકોને ગણેશજીના દર્શન અને આરતીનો લાભ લેવા સમર્પણ યંગ ગ્રુપના પ્રમુખ વિનોદ ચોટલીયાએ નિમંત્રણ પાઠવેલ છે.

(4:11 pm IST)