Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગણેશ વિસર્જન અંગે એડી. કલેકટર દ્વારા સ્પે. જાહેરનામંુ બહાર પડાયુ

રાજકોટ તા ૫  : તા. ૦૫/૦૯/૨૦૧૩ ના રોજ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટના અધ્યક્ષ સ્થાને ગણેશ મહોત્સવ દરમિયાન મુર્તિ વિસર્જન સમયે રાખવાની થતી તકેદારી બાબતેની સમિતીની બેઠક કલેકટર કચેરી, રાજકોટ ખાતે મળેલ હતી. જે બેઠકમા ં મુતિ ર્વિસર્જન  કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા હાઇકોર્ટ તરફથી ઠરાવવામાં આવેલ વિગતે જે કરવામાં આવે અને સુચનાઓનો ભંગ થાય તો ભંગ કરનાર સામે ફોજદારી પગલા લઇ શકાય તે માટે સી.આર.પી.સી. કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા નિર્ણય કરવામાં આવેલ ત્યારબાદ વખતો વખત દર વર્ષે આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવી રહેલ છે. છેલ્લે સને ૨૦૧૮માં પણ આ બાબતનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જેથી રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આગામી ગણેશ મહોત્સવ નિમીતે મુર્તિ વિસર્જન કરવા પર્યાવરણની જાળવણી, જળસ્ત્રોતમાં પ્રદુષણ થતું અટકાવવા સંબંધમાં તેમજ જાહેર સુલહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તથા જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર  ફોજદારી કાર્યરીતી અધિનીયમની કલમ ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ એડી. કલેકટરશ્રી પી.બી. પંડયા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૦૯/૨૦૧૯ થી તા. ૧૫/૦૯/૨૦૧૯ સુધીની મુદત માટે જાહેરનામું બહાર પડાયું છે.

આગામી સમયમાં સક્ષમ સત્તાધિકારીની પુર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવું નહીં

સક્ષમ સ્થાનિક સત્તામંડળએ મુર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઇપણ જગ્યાએ મુર્તિ વિસર્જન કરવું નહીં.

પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કુવામાં મુર્તિ વિસર્જન થઇ શકશે નહીં.

મુર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ બોર્ડ અને હાઇકોર્ટ દ્વારા નાક્કી કરવામાં આવેલ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન થઇ શકશે નહીં.

(4:09 pm IST)