Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

એકદંતવાળા ગજાનંદ દેવા, કરૂ તમારી સેવા ના જાઇએ મારે મેવા

ગણેશ મહોત્સવનો ચોથો દિવસ : માસ્તર સોસાયટીમાં રાત્રે ધૂન ભજન : ચંપકનગરમાં સાંજે સત્યનારાયણની કથા

રાજકોટ તા. ૫ : ગજાનન ગણપતિના ગુણલા ગાવામાં રાજકોટ રત બન્યુ છે. ગણેશ મહોત્સવનો આજે ચોથો દિવસ છે.  ઠેરઠેર ઉભા કરાયેલ પંડાલોમાં આરતી પૂજન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો થઇ રહ્યા છે. મધ્ય ચરણ તરફ આગળ વધી રહેલ ગણેશ મહોત્વ અંતર્ગત વિવિધ  સ્થળોએ આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

માસ્તર સોસાયટીમાં ધૂન ભજન

માસ્તર સોસાયટી ૭/૩ ખાતે વિનાયક ગ્રુપ યોજીત ગણેશ મહોત્સવમાં ગઇકાલે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આજે રાત્રે ધૂન ભજન રાખેલ છે. દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે ઓમકાર આરતી અને બાદમાં પ્રસાદ વિતરણ કરાય છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા વિનાયક ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

ચંપકનગરમાં સાંજે કથા

સંતકબીર રોડ પર ૩- ચંપકનગરમાં ગણેશ મહોત્વમાં આજે સાંજે ૪ વાગ્યે સત્યનારાયણની કથા રાખવામાં આવી છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

ત્રિકોણબાગ ખાતે રાત્રે ભકિત સંધ્યા

ત્રિકોણબાગ ખાતે સાર્વજનીક ગણેશ મહોત્સવ સ્થળે દરરોજ મહાઆરતી અને રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યા છે. જેમાં આજે રાત્રે ૯ વાગ્યે ભકિત સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે.

(4:09 pm IST)