Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રોગચાળો વકર્યોઃ ડેંગ્યુ-તાવ-ઝાડા-ઉલ્ટીના ૩૩૦ કેસ

રોગચાળો કાબુમાં લેવા તંત્ર દ્વારા ફોંગીંગ, દવા છંટકાવ, ખાદ્ય પદાર્થોનું ચેકીંગ

રાજકોટ તા. ર૮ :. સતત વરસાદી વાતાવરણને કારણે શહેરમાં મચ્છરોનો ુઉપદ્રવ વધ્યો છે અને ડેંગ્યુ, ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી સહીતનો રોગ ચાળો વકર્યો છે. કેમકે છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળામાં ૩૩૦ દર્દીઓ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન સામાન્ય તાવ-શરદીના ૧૫૯ દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૨૭ દર્દીઓ, અન્ય તાવના ૨૯ દર્દીઓ ત્થા મરડાના ૭ અને કમળાના ર તેમજ મચ્છર જન્ય ડેંગ્યુના ર અને મેલેરિયાનો ૧ એમ કુલ ૩૩૦ જેટલા દર્દીઓ આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.

આ રોગચાળાને કાબુમાં આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર નાબુદીમાં ૩૨૦૫ મકાનોના ફોગીંગ (ધુમાડો) કરાયેલ, ત્થા મચ્છરોનો ઉપદ્રવ ધરાવતી સ્કુલો, કોલેજો, હોટેલ, હોસ્પીટલ બાંધકામ સાઇટ વગેરેમાં ૭૯ નોટીસો આપેલ હતી ૫૮ ખુલ્લા પાણીના તળાવડામાં દવા છંટકાવ કર્યો હતો તથા ૧૨૩  મકાન ધારકોને મચ્છરોના પોરા  લક્ષણ માટે ગપ્પી માછલીનું વિતરણ કરાયેલ.

જયારે ફુડ વિભાગના અધિકારીઓએ ખાણીપીણાના ૧૬૦ વેપારીઓને ત્યાંથી પ૮૧ કિલો અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો. અને ૪ર વેપારીઓને નોટીસો ફટકારી હતી તથા ૩ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાનીની સુચના અનુસાર ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો.હિરેન વિસાણી, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા, ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાધું પીનાકીન પરમાર, તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર.પરમાર દ્વારા કરવામાં આવેલ. હતી.

(3:41 pm IST)