Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર તરફ સરકે છે : અશોકભાઈ પટેલની સોમવાર સુધીની આગાહી

ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો સારો રાઉન્ડ આવશે : અમુક સેન્ટરોમાં ૫ ઈંચને પણ વટાવી જાય

રાજકોટ, તા. ૫ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, આવતા દિવસોમાં ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી શકયતા છે. વરસાદનુ સેન્ટર સૌરાષ્ટ્ર તરફ સરકયુ છે. તેઓએ જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીનું લો પ્રેશર ઓરીસ્સાના કિનાર છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફસોર ટ્રફ તેમજ સૌરાષ્ટ્રથી ઓરીસ્સા સુધી ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ૩.૧ કિ.મી.ના લેવલથી ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. હાલમાં લો પ્રેશર ઓરીસ્સા નજીક છે. ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રના પણ અમુક સેન્ટરોમાં ૧૨૫ મી.મી. (૫ ઈંચ)થી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના છે.

(3:06 pm IST)