Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુના બસ સ્ટેશન પાછળથી સાજન દારૂના ૧૨ 'ચપલા' સાથે પકડાયો

રાજકોટ તા. ૫: ઢેબર રોડ પર જુના બસ સ્ટેશન પાછળ જય અંબે હોટેલ નજીકથી પોલીસે ભગવતીપરા સુખસાગર હોલ પાસે જયપ્રકાશનગરમાં રહેતાં સંજય ઉર્ફ સાજન મીઠાભાઇ પરમાર (ઉ.૨૮)ને રૂ. ૧૨૦૦ના દારૂના ૧૨ ચપલા સાથે પકડી લીધો હતો. એ-ડિવીઝનના એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

'દેશી' સાથે પાંચ પકડાયા

દેશી દારૂના દરોડામાં થોરાળા પોલીસે ચુનારાવાડમાંથી કાશી સોમાભાઇ બાવળીયાને રૂ. ૬૦ના, ભકિતનગર પોલીસે બાપુનગરના ખુણેથી ગોપાલ જીવાભાઇ વાળાને રૂ.૮૦ના, રાધાકૃષ્ણનગર-૧૦ના ખુણેથી રાજુ અમૃતભાઇ ઝીંઝુવાડીયાને રૂ. ૬૦ના, આજીડેમ પોલીસે જયનગર પાસેથી જશુ જીણાભાઇ વાઘેલાને રૂ. ૬૦ના તથા માલવીયાનગર પોલીસે મારૂતિનંદન નગરમાંથી જયપાલસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. ૩૪૦ના દારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)