Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વૃંદાવન સોસાયટીના નિરજભાઇ સુથારનું મિત્રના ગેરેજમાં બેભાન થઇ જતાં મોત

શિવપાર્કના મનોજભાઇ ભટ્ટ, માલિયાસણના બીલડીયાભાઇ રાઠવા અને વાલ્મિકીવાડીના મુકેશભાઇ ચોૈહાણનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૫: સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ચાર વ્યકિતના મોત નિપજ્યા હતાં. કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતાં બાંધકામ કોન્ટ્રાકટર નિરજભાઇ મોતિલાલ પંચાસરા (ગુર્જર સુથાર) (ઉ.૪૨) સાંજે પાંચેક વાગ્યે ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલા પોતાના મિત્ર દિલજીતભાઇ વડગામાના ગેરેજે બેઠા હતાં ત્યારે છાતીમાં દબાણ થતાં થોડીવાર આરામ કરવા સુઇ ગયા હતાં. એ પછી ન ઉઠતાં બેભાન હાલતમાં   સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં રૈયા રોડ મિરાનગર પાછળ શિવ પાર્કમાં રહેતાં મનોજભાઇ ગુણવંતલાલ ભટ્ટ (ઉ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક અપરિણીત હતાં અને બેહન સાથે રહેતાં હતાં.

ત્રીજા બનાવમાં માલિયાસણ રહેતાં બિલડીયાભાઇ ઉર્ફ બીશનભાઇ કિશનભાઇ રાઠવા (ઉ.૫૦) મોહનભાઇની વાડીએ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી અને કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં જામનગર રોડ પર  વાલ્મિકીવાડી-૨માં રહેતાં મુકેશભાઇ રવજીભાઇ ચોૈહાણ (ઉ.૪૨)ને કેન્સરની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ચાર ભાઇ ચાર બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પ્રાઇવેટ નોકરી કરતાં હતાં.  

(1:05 pm IST)