Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જીવંત શિક્ષકોની શોધ

આજે જે શિક્ષક અને વિદ્યાર્થીમાં જે ફરક પડે છે, તેના કરતા પહેલા ફરક પડતો તે ઘણો જ ઘડતો, કારણ કે બધુ જ જ્ઞાન અનુભવથી ઉપલબ્ધ હતું અને જ્ઞાન સ્થિર હતું. હજારો વર્ષ સુધી તેમાં કોઈ બદલાવ નહતો, તેથી શિક્ષક એકદમ આશ્વસ્ત હતો. તે જરા પણ ભયભીત ન હતો. તે જે કહેતો તે એકદમ મજબૂતીથી તેને જાણતો હતો, કાલે પણ બરાબર હતુ, કાલ પણ એમ જ રહેશે. હજારો વર્ષથી વાત યોગ્ય જ હતી તેની જગ્યાએ થંભેલી હતી.

અહીં છેલ્લા સો વર્ષમાં બધુ જ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. શિક્ષકનું તે આશ્વસ્ત રૂપ પણ વિદાય થઈ જશે, થઈ ગયુ છે. આજે તે ભાર દઈને નથી કહી શકતો કે તે જે કહી રહ્યો છે તે યોગ્ય જ છે. કારણ કે મોટો ડર તો એ છે કે પંદર વર્ષ પહેલા તે વિશ્વ વિદ્યાલયમાંથી પાસ થઈને નીકળ્યો હતો, ત્યારે તેને જ્ઞાની સમજવામાં આવતો હતો. પંદર વર્ષમાં તે બધુ જ આઉટ ઓફ ડેટ થઈ ગયુ તે સમય બહાર જતુ રહ્યુ. તેમાંથી હવે કંઈપણ જ્ઞાન નથી. આજે શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે ઘણી વખત તો એક કલાકનું અંતર હોય છે. તે એક કલાક પહેલા તૈયાર કરીને આવે છે અને એક કલાકમાં વિદ્યાર્થી પણ એટલી જ વાત જાણી લે છે. જયારે આટલુ ઓછુ અંતર હોય ત્યારે તે બહુ આદરણીય ન માની શકાય. આદર અંતરથી ઉદ્દભવે છે. સન્માન દૂરથી પેદા થાય છે. કોઈ શિખર પર ઉભુ હોય અને આપણે જમીન ઉપર ઉભા હોઈએ ત્યારે સન્માન જન્મે છે. પરંતુ થોડાક આગળ કોઈ ઉભુ હોય અને થોડીવાર પછી આપણે પહોંચી જવાના હોઈએ. પહેલા હંમેશા એવુ બનતુ કે પિતા પુત્રથી વધુ જ્ઞાની હતો, કારણ કે જ્ઞાન અનુભવથી મળતુ હતુ. એક માણસ એસી વર્ષનો હોય તો તેની પાસે જ્ઞાન હતુ. પરંતુ આજે હાલત ઘણી જ બદલાઈ ગઈ છે.

આજે ઉંમરની સાથે જ્ઞાનને કોઈ સંબંધ નથી રહ્યો. સંભાવના તો એ છે કે પુત્ર પિતાથી વધુ જાણી લે, કારણ કે પિતાનું જાણવુ થંભી ગયુ હશે અને પુત્ર હજુ પણ જાણતો હશે અને પિતાએ જે જાણ્યુ હતુ તે બધુ જ હવે બદલાઈ ગયુ છે.

સ્વામી સત્ય પ્રકાશ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(1:04 pm IST)