Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

LICનો ૬૪માં વર્ષમાં પ્રવેશઃ ૩૧ લાખ કરોડથી વધુ સંપતિઃ ર૮ લાખ કરોડનું લાઇફ ફંડઃ રાજકોટ વિભાગે ૩૭૦ કરોડની આવક મેળવી

રાજકોટ ડિવીઝન હેઠળ કુલ ર૦ શાખાઃ ૮ સેટેલાઇટ ઓફીસોઃ ર૮ લાખથી વધુ પોલીસીઓ... : વીમા સપ્તાહની ઉજવણીઃ વૃક્ષારોપણ-સ્ટાફ કવીઝ-રકતદાન શિબીર સહિતના કાર્યક્રમોઃ માહિતી આપતા SDM જયંતકુમાર અરોરા...

એલ. આઇ. સી. રાજકોટ ડીવીઝનના સિનીયર ડીવીઝનલ મેનેજર શ્રી જે. કે. અરોરાએ પત્રકાર પરિષદ સંબોધી તે નજરે પડે છે, તેમની બાજુમાં માર્કેટીંગ મેનેજર શ્રી કેતન બારાઇ તથા મેનેજર સેલ્સ શ્રી જે. સી. મહેતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. ૧ લી સપ્ટેમ્બર એલ. આઇ. સી. સ્થાપના દિન નિમિતે દેશભરમાં વીમા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. પોલીસી કાઉન્ટમાં ૭૪.૭૧ ટકા તથા પ્રીમીયમ કાઉન્ટમાં ૬૬% બજાર હિસ્સો સાથે એલ. આઇ. સી. નંબર ૧ ન સ્થાને અડીખમ વિમા ધારકોને વધુ સારી સેવા આપવા 'ગ્રાહક સંપર્ક' કાર્યક્રમ પણ અમલમાં છે.  રપ૯.પ૪ લાખ દાવાઓની ચુકવણી કરી 'જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી' નું સુત્ર ચરિતાર્થ કરતી એલ. આઇ. સી. 'ઇસર્વીસીઝ' અંતર્ગત વીમા ધારકોને ઘરે બેઠા પોલીસી સેવા પણ અપાતી હોવાનું સીનીયર ડીવીઝનલ મેનેજરશ્રી જયંતકુમાર અરોરાએ પત્રકાર પરીષદમં જણાવ્યું હતું.

દેશવાસીઓને જીવન વીમાના સુરક્ષાચક્રથી સુરક્ષિત કરવાની સાથે સાથે દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપતી જીવન વીમા સંસ્થા 'ભારતીય જીવન વીમા નિગમ' ૧ લી સપ્ટેમ્બરના રોજ પોતાની સ્થાપના પછીની ૬૩ વર્ષની યશસ્વી વ્યવસાયીક યાત્રા પૂર્ણ કરી ૬૪ માં વર્ષમાં પ્રવેશેલ છે.

એલ. આઇ. સી. એ ઘણાં લક્ષ્યોને પાર કર્યા છે અને જીવન વીમા વ્યવસાયના વિવિધ પાસાઓમાં અભુતપૂર્વ રેકર્ડ સ્થાપ્યો છે.

૧૯પ૬ માં રૂ. પાંચ કરોડની પ્રારંભીક મુડી સાથે શરૂ કરી આજે એલ. આઇ. સી. રૂ. ૩૧ લાખ કરોડથી વધુ સંપતિ અને રૂ. ર૮ લાખ કરોડથી વધુ લાઇફ ફંડ ધરાવે છે. એલ. આઇ. સી. ની શરૂઆત ૧૬૮ કચેરીઓથી ૧૯પ૬ માં થઇ અને આજે ર૦૪૮ થી વધુ શાખા કચેરી અને ૧૪૮૧ થી વધુ સેટેલાઇટ ઓફીસ ધરાવે છે. ૧ લાખથી વધુ કર્મચારી અને ૧૧.૭૯ લાખ એજન્ટ મિત્રોનું સંખ્યાબળ છે જે દેશભરમાં પથરાયેલું છે. ર૯ કરોડથી વધુ પોલીસીઓ અસ્તિત્વમાં છે. એલ. આઇ. સી. પાસે વ્યકિતગત વેચાણ માટે ૩ર થી  વધુ યોજનાઓ છે.

ર૦૧૮-૧૯ દરમ્યાન એલ. આઇ. સી. એ પ્રથમ પ્રિમીયમની દ્રષ્ટિએ નવા ધંધા હેઠળ રૂ. ૧,૪ર,૧૯૧.૬૯ કરોડનું પ્રથમ પ્રીમીયમ હતુ જે બજાર હિસ્સાના ૬૬.ર૪ ટકા ધરાવે છે અને ર૧૪.૩૩ લાખ નવી પોલીસીઓ મેળવી ૭૪.૭૧ ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. રાજકોટ વિભાગે ૧,ર૮,૪૧૬ પોલીસીઓ હેઠળ ૩૬૯.૭૦ કરોડની પ્રથમ પ્રિમીયમ આવક મેળવેલ.

એલ. આઇ. સી. હેલ્પ લાઇન નંબર ૦રર-૬૮ર૭૬૮ર૭ સતત ર૪ * ૭ ઉપલબ્ધ છે. એલ. આઇ. સી. એસ. એમ. એસ. આધારિત-સેવાઓનો ઉપયોગ કરી રહી છે. તમામ પ્રકારની ચુકવણી પણ હવે એનઇએફટી દ્વારા જ કરવામાં આવે છે.

એલ. આઇ. સી. ને વર્ષ ર૦૧૮-૧૯ દરમ્યાન વિવિધ રપ એવોર્ડસ પ્રાપ્ત થયા હતાં.

દાવાઓની પતાવટ એટલે કે કલેઇમ સેટલમેન્ટ ક્ષેત્રે ગત વર્ષમાં રપ૯.પ૪ લાખ દાવાઓ હેઠળ રૂ. ૧,૬૩,૧૦૪.પ૦ કરોડ રૂપિયાના કલેઇમ ચૂકવીને દાવાઓની પતાવટમાં પણ એલ. આઇ. સી. દેશભરમાં પ્રથમ સ્થાને રહી છે. રાજકોટ વિભાગ દ્વારા કુલ રપ૦રપર દાવાઓ હેઠળ રૂ. ૧૪૭૦.૭૧ કરોડના કલેઇમ ચૂકવવામાં આવેલ અને પાકતી મુદતના ૯૯.પર ટકા અને મૃત્યુ દાવાઓના ૯૯.૮૭ ટકા દાવાઓની ચુકવણી કરી સમગ્ર ભારતમાં અગ્રીમ સ્થાને રહેલ છે.

રાજકોટ ડીવીઝનના સીનીયર ડીવીઝનલ મેનેજરશ્રી જયંતકુમાર અરોરાએ માહિતી આપતા જણાવેલ કે રાજકોટ ડીવીઝન હેઠળ કુલ ર૦ શાખાઓ, ૮ સેટેલાઇટ ઓફીસો કાર્યરત છે જે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને કચ્છ જીલ્લાના વિમેદારોને સેવા પુરી પાડે છે. રાજકોટ ડીવીઝનમાં હાલ ૮૧૪૦ થી વધુ એજન્ટ મિત્રો કાર્યરત છે. તા. ૩૧-૩-ર૦૧૯ ની સ્થિતીએ રાજકોટ ડીવીઝનની ચાલુ પોલીસીઓ (In-force Policies) ની સંખ્યા ર૮ લાખથી વધુ છે. વિભાગ વહીવટ અને વિકાસ એમ બંને ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ બતાવી રહ્યો છે.

તા. ૧ લી સપ્ટેમ્બરથી શરૂ થયેલા વિમા સપ્તાહ અંતર્ગત રાજકોટ વિભાગમાં 'વીમા સપ્તાહ' દરમ્યાન તમામ  ઓફસોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વીમેદારોને સહાયતા માટે માર્ગદર્શન કેમ્પ, નિગમ ધ્વાજા રોહણ, દીપ પ્રાગટય, સ્ટાફ કવીઝ, નિવૃત કર્મચારીઓનું સંમેલન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આગામી શનિવાર-૭ તારીખે સવારે ૯ થી વિભાગ ખાતે 'રકતદાન શિબીર' નું આયોજન કરવામાં આવેલ છે જેને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે પત્રકારોને માર્કેટીંગ મેનેજરશ્રી કેતન બારાઇ તેમજ મેનેજર સેલ્સ શ્રી જે. સી. મહેતાએ રાજકોટ વિભાગની વિવિધ કામગીરી અંગેની વિગતવાર માહિતી આપેલ.

 પત્રકાર પરીષદનું સંચાલન પીઆરઓ શ્રી ચેતનભાઇ, રાજનસૂર વિગેરેએ કર્યુ હતું.

એલ.આઇ.સી. પત્રકાર પરિષદ

 * એલઆઇસીએ આ વખતે પ૦ હજાર કરોડનો નફો કર્યો, ૯પ ટકા વીમાદારોને બોનસ રૂપે અને પ ટકા સરકારને આપ્યા.

* આ વખતે રાજકોટ ડીવીઝનને ૧ લાખ પ૩ હજાર પોલીસીનો ટારગેટ - પ્રીમીયમ ટારગેટ ૪૬૧ કરોડ

* દેશ લેવલે આ વર્ષે રાા કરોડ પોલીસી ટારગેટ

* દેશમાં રર ખાનગી વીમા કંપની સામે એલ. આઇ. સી.નો ૭૪.૭૧ ટકા હિસ્સો

* સેન્ટ્રલ-સ્ટેટ ગર્વમેન્ટ આજ સુધીમાં ર૧ લાખ કરોડની લોન આપી ૭ થી ૮ ટકા દર વર્ષે વ્યાજ મેળવે છે.

LIC રાજકોટ કચેરીમાં શનીવારે રકતદાન શિબિરઃ ૧પ૦ બોટલ એકઠી કરાશે

રાજકોટ તા. પ : દેશવાસીઓને જીવન વીમાનુ ં સુરક્ષા કવચ પ્રદાન કરવાની સાથોસાથ સામાજીક જવાબદારીઓને વખતો વખત નિષ્ઠાપૂર્વક નિભાવીને દેશના આર્થિક તેમજ સામાજીક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતી જાહેર ક્ષેત્રની પ્રગતિશિલ વીમા સંસ્થા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તા.૧લી.સપ્ટેમ્બરે તેન સ્થાપનાના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરશે. સંસ્થા તેના સ્થાપના દિન ૧લી સપ્ટેમ્બરથી એક સપ્તાહ 'વીમા સપ્તાહ' તરીકે ઉજવે છે.

આ ઉજવણીના એક ભાગ રૂપે, એલ.આઇ.સી.ઓફ ઇન્ડિયાના રાજકોટ વિભાગ દ્વારા તારીખ ૭ સપ્ટેમ્બર ર૦૧૯ સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ''જીવન પ્રકાશ'' બિલ્ડીંગ, ટાગોર માર્ગ, મહિલા કોલેજ પાસે ખાતે ગેસ્ટહાઉસમાં વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છ.ે આ શિબિરનું ઉદ્દઘાટન એલ.આઇ.સી.ઓફ ઇન્ડિયા, રાજકોટ ડિવિઝનના-સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રી જે.કે. અરોરાના હસ્તે થશે. આ શુભ પ્રસંગે, માર્કેટીંગ મેનેજરશ્રી, જાણીતા તબીબ તથા એલ.આઇ.સી.ના ડિવિઝનલ મેડીકલ રેફ્રી ડો.આર.આર.તેલી, રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓ, એલ.આઇ.સી.ના અધિકારીઓ, કર્મચારી ભાઇ-બહેનો, એજન્ટ મિત્રો તથા વીમેદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આ રકતદાન શિબિરમાં વધુમાં વધુ રકત એકત્રિત કરવાનો નિર્ધાર કરાયેલ છે. માનવતાની મિશાલ સમી સામાજીક ઋણ અદા કરવાના ઉત્તમ આશયથી એલ.આઇ.સી.દ્વારા યોજાનાર આ મહા રકતદાન શિબિરમાં શહેરભરના તમામ રકતદાતાઓને તથા શહેરની સામાજીક સંસ્થાના કાર્યકર્તાઓને રકતદાન કરવા તા.૭ સપ્ટેમ્બરે એલ.આઇ.સી.ઓફિસમાં પધારવા વિભાગીય વડા શ્રી શ્રી જે.કે.અરોરાએ હૃદયસ્પર્શી અપીલ કરી છ.ે આ શિબિરમાં તમામ રકતદાતાઓને સુંદર મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

એલ.આઇ.સી.દ્વારા યોજાનાર આ મહા રકતદાન શિબિરને સફળ બનાવવા, રકતદાન આયોજન સમિતિના સભ્યો એવા એલ.આઇ.સી.ના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:16 pm IST)