Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કોઠારીયા સોલવન્ટમાં તાવથી સુનિલનું મોત

મુળ યુપીના યુવાનને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ ખાનગી ડોકટરની દવા લીધી હતી

રાજકોટ તા. ૫: કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં તાવથી મુળ યુપીના યુવાનનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ નટરાજ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નારાયણ વે બ્રીજ પાસે સુવર્ણ મેટલ નજીક રહેતાં અને કારખાનામાં કામ કરતાં સુનિલ ચંદુમણી (ઉ.૧૮) નામના યુવાનને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ ખાનગી ડોકટર પાસે દવા લીધી હતી. આજે સવારે ચારેક વાગ્યે તે બેભાન થઇ જતાં રૂમ પાર્ટનર તથા તેના વતનના બીજા લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં આજીડેમના કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને બે વર્ષથી રાજકોટ રહી કારખાનામાં મજૂરી કરતો હતો.

(11:55 am IST)