Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

૮ સપ્ટેમ્બર, રવિવારના રોજ કાલાવડ રોડ, કેશરીયા વાડી ખાતે

લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક સુપર સ્પેશ્યાલિટી નિદાન કેમ્પ

રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશી ડોકટર્સ એસો. દ્વારા આયોજીત મેડીકલ ચેક અપ કેમ્પમાં નામાંકીત સુપર સ્પેશ્યાલીસ્ટસ ડોકટર્સ સેવા આપશેઃ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જ્ઞાતિ-વર્ગના લોકો આરોગ્યવર્ધક : માહીતી તથા નિદાન કેમ્પનો લાભ લઇ શકશેઃ વિવિધ રોગોને લગતા અમુક ટેસ્ટસ પણ નિઃશુલ્ક કરી અપાશેઃ કાન-નાક-ગળાના રોગો, પેટ આંતરડાના રોગો, દાંતના રોગો, કિડની-પથરી-પ્રોસ્ટેટ-પેશાબના રોગો, હરસ-ભગંદર-ફીશર, મગજના રોગો વિગેરેનું નિદાન થશે

રાજકોટ, તા., ૫: લોહાણા મહાજન રાજકોટ તથા રઘુવંશી ડોકટર્સ એસોસીએશન રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ૮-૯-૧૯ને રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યાથી બપોરે એક વાગ્યા દરમ્યાન કેસરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ રાજકોટ ખાતે સર્વજ્ઞાતિ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં રાજકોટના નામાંકીત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ પોતાની સેવાઓ આપશે. આ કેમ્પમાં મેડીકલ તજજ્ઞો દ્વારા વિવિધ રોગો તથા તેના ઉપચારો, નિરોગી કેમ રહેવું? આરોગ્ય વર્ધક માહીતી અને રોગોને અટકાવવાના ઉપાયો વિશે પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે.

ઉપરાંત વિવિધ રોગોને લગતા ટેસ્ટસ જેવા કે બ્લડપ્રેશર, ડાયાબીટીસ, વજન, ઓડીયોગ્રામ વિગેરે પણ જરૂરીયાત મુજબ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

કાન, નાક, ગળાનાં વિવિધ રોગો જેવા કે કાનમાંથી આવતા રસી , પડદાના કાણા, બહેરાશ, કાનના તમરા, ચક્કર, એલર્જી, સાયનસ, નાકના મસા, કાયમી શરદી, નાક બંધ રહેવું, માથું દુઃખવું, ગળાનો દુખાવો, કાકળા, ગાંઠ, અવાજ ઘોઘરો થવો, થાઇરોઇડ, કેન્સર વિગેરેનું નિદાન ઇએનટી સર્જન ડો. હિમાંશુભાઇ ઠક્કર કરશે.

ઉપરાંત હરસ-ભગંદર-ફીશર વિગેરેના સ્પેશ્યાલીસ્ટ સર્જન તરીકે ડો.આશીષભાઇ ગણાત્રા, પેશાબને લગતા રોગો માટે યુરોલોજીસ્ટસ ડો. સુશીલભાઇ કારીયા, ડો.સંજયભાઇ પોપટ, ડો.રાજેશભાઇ ગણાત્રા, પેટ-આંતરડાના રોગો માટે ગેસ્ટ્રોસર્જન્સ ડો. સુનીલભાઇ પોપટ અને ડો.કૌશીકભાઇ કોટક,  દાંતના વિવિધ રોગો માટે ડો.રવિભાઇ મૃગ, ડો.વંદનાબેન મૃગ, ડો.કૃપાબેન ઠક્કર, ડો.દિગંતભાઇ ઠક્કર, ડો.પ્રેરણાબેન ઠક્કર, ડો.ગૌરાંગભાઇ સચદેવ, ડો.માધવીબેન બારાઇ, ડો.અંકીતાબેન તન્ના, ડો.યજ્ઞેશભાઇ કારીયા, ડો. રાજભાઇ ભગદેવ, ડો.માધવીબેન બારાઇ સહીતના પ્રખ્યાત તબીબો પોતાની અમુલ્ય સેવા આપશે.

તા.પ સપ્ટેમ્બર ગુરૂવારથી સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી તથા સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી ફોન નં. (૦ર૮૧) રરર૯પ૩૮ તથા મો.નં. ૭૯૯૦૧ ૭૩૧૧૦ ઉપર નામ નોંધાવી શકાય છે. અગાઉથી નામ નોંધાવવું જરૂરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ- સુપર સ્પેશ્યાલીસ્ટ નિદાન કેમ્પ તથા માર્ગદર્શન કેમ્પનો લાભ લેવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ સર્વેને અનુરોધ કર્યો છે.

સમગ્ર મેડીકલ ચેક અપ કેમ્પને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ યોગેશભાઇ પુજારા (પુજારા ટેલીકોમ) સંયુકત મંત્રીઓ ડો. હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ડો. આશીષભાઇ ગણાત્રા (મેડીકલ ચેક અપ કેમ્પ કો ઓર્ડીનેટર), ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીન કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતની સમગ્ર મહાજન સમિતી ભારે જહેમત ઉઠાવી રહી છે.

સર્વજ્ઞાતિ- નિદાનકેમ્પમાં વિવિધ રોગોને આવરી લઇ દરેક પેશન્ટના નિદાનમાં પુરતો સમય ફાળવી શકાય તે હેતુથી આ કેમ્પમાં જે રોગોનો ઉલ્લેખ નથી તે અલગ અલગ રોગો માટેના નિદાન કેમ્પ ભવિષ્યમાં પણ સમયાનુસાર ચાલુ જ રહેશે તેવું અંતમાં યાદીમાં જણાવાયું છે.

(11:52 am IST)