Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ર૦૧૭થી આજ સુધીમાં કુલ ૧૪ હજારથી વધુ અરજીઓ આવી..

રાજકોટમાં ૪૪૦૦ સુચિત મકાનો મંજૂર

૧૪ હજારમાંથી પ૭૦૦ મંજુર પાત્ર : ૪૦૦માં પ્રોસેસ ચાલુઃ અન્ય ૮ હજાર અરજીમાં અનેક બાબતો..

રાજકોટ, તા.૪: રાજકોટમાં આજ સુધીમાં સૂચિત સોસાયટીમાં આવેલા મકાનો-જમીન-પ્લોટ-ફલેટ વિગેરે થઇને કુલ ૪૪૦૦ અરજીઓ મંજૂર કરી દેવાઇ છે. કુલ ૧૪૩૦૦ અરજી આવી હતી તેમાંથી પ૭૦૦ મંજૂર કરવા પાત્ર હોવાનું કલેકટર કચેરીના સૂત્રોએ  ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે, સૂચિતની કામગીરી ઓગષ્ટ-ર૦૧૭માં શરૂ કરાઇ હતી. કુલ ૧૪૩૦૦ અરજીઓ આવી હતી તે ર૦૦૦ની સાલનો ક્રાઇસ એરીયા હતો, આ પછી સરકારે ર૦૦પ સુધીનો સમાવેશ કરતા, રપ૦૦ નવી અરજી આવી હતી. આ બધુ થઇને કુલ પ૭૦૦ મળવા પાત્ર હતી.

આ પ૭૦૦માંથી પ૪૦૦ એ સેટલમેન્ટ ફી કે જે રૂ. ૩૦૦ હતી, તે ભરી છે, પ૭૦૦માંથી હાલ ૪૪૦૦ ના મકાનો મંજૂર થયા છે, ર૩૦૦થી વધુ આસામીઓએ માંડવાળ ફી ભરી છે, રર૦૦થી વધુને દાવા-પ્રમાણપત્ર આપી દેવાયા છે અને હાલ ૮૦૦ અરજીઓની પ્રોસેસ ચાલુ છે.

તંત્ર દ્વારા ર૩પ જેટલી અરજીઓ નામંજૂર કરી, તેમાં સરકારી જમીન વિવાદ, ટીપીમાં કપાત, અન્ય વાંધાઓ-કોર્ટમેટર વિગેરે કારણો ગણાવાઇ રહ્યા છે.

જયારે પ૭૦૦ પછીની બાકીની ૮ હજાર અરજીઓ એવી છે કે જેમાં સમય મર્યાદા બહાર અરજીઓ કરાઇ, આધાર-પુરાવા ન હોવા , કબ્જાના પુરાવા ન હોવા, પરિવર્તન બહારનો વિસ્તાર વિગેરેહોવાનું ગણાવાઇ રહ્યું છે.

(3:24 pm IST)