Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

નવા કલેકટર રેમ્યા મોહનનો સપાટોઃ ડે. કલેકટર ધાધલ પાસેથી તમામ વધારાના ચાર્જ પરત લઈ લીધા

વિદાય લઈ રહેલા કલેકટર સાથે ૧ કલાક મંત્રણા બાદ એડી. કલેકટર પરિમલ પંડયા સાથે ખાસ મીટીંગ

રાજકોટ, તા. ૪ :. રાજકોટના ૪૯માં કલેકટર તરીકે શ્રી રેમ્યા મોહને ગઈકાલે બપોર બાદ ચાર્જ સંભાળી લીધા બાદ વિદાય લઈ રહેલા કલેકટર ડો. રાહુલ ગુપ્તા સાથે ૧ કલાક મંત્રણા કરી તમામ વિગતો જાણી હતી.

ત્યાર બાદ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા સાથે ખાસ ૧ કલાક મંત્રણા કરી તમામ અધિકારીઓ - બ્રાંચ અંગે વિગતો જાણી હતી.

આ પછી મહત્વનો નિર્ણય લઈ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાંધલ કે જેઓ હાલ મતદાર યાદી કાર્યક્રમની તૈયારીમા પડયા છે. તેઓ વ્યવસ્થિત કામગીરી કરી શકે તે સંદર્ભે શ્રી રેમ્યા મોહને ધાધલ પાસે રહેલા વધારાના તમામ ચાર્જ પરત લઈ અન્ય ત્રણ ડે. કલેકટરોને સોંપી દેતા હુકમો કર્યા છે અને ગાંધીનગર રવાના થઈ ગયા હતા. શ્રી ધાધલ પાસે ડીએસઓ, મધ્યાહન ભોજન અને ખાસ જમીન સંપાદન અધિકારીના ચાર્જ હતા. જેમાં ડીએસઓનો ચાર્જ સીટી પ્રાંત-૨, શ્રી જે.કે. જેગોડાને, મધ્યાહન ભોજનનો ચાર્જ સીટી પ્રાંત-૧ ડી.પી. ચૌહાણને અને ખાસ જમીન સંપાદન અધિકારીનો ચાર્જ રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશને સોંપી ઝડપી કામગીરી પૂર્ણ કરવા આદેશો કર્યા છે.

(3:24 pm IST)