Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

સાતમ-આઠમના તહેવારો રાજકોટ એસટીને ફળી ગયા ૪ દિ'માં ૧ કરોડ ૮૦ લાખની આવકઃ ચિક્કાર ટ્રાફીક

રોજની આવક ૪પ થી પ૦ લાખે પહોંચીઃ હજુ ૧૦ તારીખ સુધી રપ એકસ્ટ્રા બસો દોડાવાશે...: આગામી ૧ર થી ૧પ તરણેતરનો મેળોઃ ૧પ૦ એકસ્ટ્રા બસો મૂકાશેઃ ડિવીઝનલ નિયામક જેઠવાનો નિર્દેશ

રાજકોટ તા. ૬ : કૃષ્ણ ભગવાન રાજકોટ એસટી ડીવીઝનલને ફળી ગયા છે, રાંધણ છઠ્ઠથી નોમ સુધીમાં એટલે કે સાતમ-આઠમના તહેવારોમાં રાજકોટ એસટી ડિવીઝનલને મબલખ કમાણી થયાનું અને ચિક્કાર ટ્રાફીક રહ્યાનું ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા''  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે રોજની રપ થી વધુ એકસ્ટ્રા બસો અમદાવાદ અને સૌરાષ્ટ્રભરમાં રાજકોટથી દોડાવાતી હતી અને આ હજુ તારીખ ૧૦ સૂધી એકસ્ટ્રા બસો દોડાવાશે.

શ્રી જેઠવાએ ઉમેર્યું હતું કે, ચિક્કાર ટ્રાફીક-મુસાફરોના ધસારાને કારણે રોજની આવકમાં ૧૦ થી ૧ર લાખનો વધારો થયો છે, રોજની ૪પ થી પ૦ લાખની આવક થઇ રહી છે, નોમના દિવસે પ૦ લાખે આંકડો પહોંચ્યો હતો, ૪ દિ'માં ૧ કરોડ ૮૦ લાખની તોતીંગ આવક થઇ છે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે આગામી ૧ર થી ૧પ તરણેતરનો મેળો યોજાશે, અને તે માટે રાજકોટ ઉપરાંત અન્ય ડેપો ઉપરથી કુલ ૧પ૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. (૬.૧૪)

(12:58 pm IST)