Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

પેડક રોડ પર દરગાહના મકાનમાં રહેતાં શખ્‍સે જૂગારધામ ચાલુ કર્યુ'તું: બી-ડિવીઝન પોલીસે ૮ને પકડયા

રાજકોટઃ પેડક રોડ પર પટેલ પાર્ક પાડાપીરની દરગાહવાળા મકાનમાં રહેતાં સમીર ઇકબાલભાઇ મેસડ (ઉ.૨૪) નામના શખ્‍સે પોતાના મકાનમાં જૂગાર રમાડવાનું શરૂ કર્યાની બાતમી બી-ડિવીઝનના પ્રકાશભાઇ ખાંભરા, અજીતભાઇ લોખીલ અને મહેશભાઇ ચાવડાને મળતાં દરોડો પાડી સમીર તથા સુરેન્‍દ્ર જોગેશ્વર શર્મા, ભરત સવજીભાઇ ડાબસરા, દેવ શ્રીરામ કુહવાહા, હરેશ સીંધાભાઇ લાબડીયા, જતીન હરેશભાઇ સોલંકી, ઇકબાલ મહાઉદ્દીન ખેભર અને ધીરજ રામશ્વરૂપ વિશ્વકર્માને પકડી લઇ રૂા. ૨૫૭૨૫ની રોકડ અને ગંજીપાના કબ્‍જે લીધા હતાં. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ ડામોર, એએસઆઇ મહેશગીરી, હિતુભા, વિરમભાઇ, અજીતભાઇ, મનોજભાઇ, પ્રકાશભાઇ, મહેશભાઇ, કિરણભાઇ અને એભલભાઇ બરાલીયા સહિતે દરોડો પાડયો હતો.

 

(11:49 am IST)