Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બાલભવનના ભુલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂઃ ગુરૃવંદના

રાજકોટઃ બાલભવન રાજકોટ દ્વારા દર શનિવારે અવનવા કાર્યક્રમો અને સ્પર્ધાઓનું ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં ચૂસ્ત પાલન સાથે કથક, સંગીત- (ગાયન, હાર્મોનિયમ, તબલા), ફોક- વેસ્ટર્ન ડાન્સ વિભાગનાં બાળકો દ્વારા 'ગુરૃવંદના' કાર્યક્રમ રજૂ કરી ગુરૃપૂર્ણિમાની શોભા વધારી હતી. સંસ્થાના માનદ મંત્રી મનસુખભાઈ જોશી, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ કિરીટભાઈ વ્યાસ સાથે તૃપ્તિબેન ગજેરાએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૃઆતને દિપાવી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં ચૂસ્ત પાલન સાથે ૧૫૦ જેટલા બાળકોએ અવનવી કૃતિઓની રજૂઆત સાથે દરેક વિભાગના કલા ગુરૃઓની શિક્ષાને મંચ પ્રસ્તુતિ દ્વારા વાલી- દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ.

(3:59 pm IST)