Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજકોટ મ.ન.પા.ના રસ્તા - પાઈપલાઈનો - બગીચાઓ - જમીનો સહિતની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ

જી.પી.એસ.જી.પી.આર. આધારિત વેબસાઈટ gis.rmc.go.in નું મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે લોન્ચીંગ

રાજકોટ, તા. પ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી.ના પાન સિટીૅ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ GIS (Geographic Information System) પ્રોજેકટ હેઠળ Citizen (સિટિઝન) Portal બનાવવામાં આવેલ છે.  આ વેબસાઈટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો સંબંધિત માહિતી સેટેલાઇટ ઈમેજ સાથે ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિટિઝન પોર્ટલમાં High Resolution Satelite Image નો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પોર્ટલનું લોકાર્પણ તાજેતરમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના  હસ્તે કરવામાં આવેલ છે.

વિશેષમાં, મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, આ પોર્ટલ gis.rmc. gov.in પરથી ઉપયોગ કરી શકાશે. પોર્ટલમાં રાજકોટ શહેરને લાગત તમામ માહિતીઓ મેળવવા માટે વેબસાઈટમાં જુદા જુદા લેયરની રચના કરવામાં આવેલ છે. લોકો આ લેયરનો ઉપયોગ કરીને તેમને જોઈતી માહિતી એક કિલક દ્વારા મેળવી શકાશે. મહાનગરપાલિકાના નીચે મુજબના જુદા જુદા વિભાગોની માહિતી જુદા જુદા લેયર દ્વારા મેપ પર મુકવામાં આવેલ છે.

મ્યુનિસિપલ બાઉન્ડ્રી, ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, ઇલેકશન બાઉન્ડ્રી, વોર્ડ ઓફિસ, એનીમલ હોસ્ટેલ , ડોગ સેન્ટર અને પશુધન પોઇન્ટ, શહેરની તમામ શાળાઓ, હોકર્સ ઝોન, શાકભાજી બજારો ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ્સ, વાઇફાઇ પોઇંટ્સ, એલઇડી સ્ક્રીન, એન્વાય્, ફાયર સ્ટેશન્સ, ફાયર હાઇડ્રેન્ટ્સ, રેલ્વે નેટવર્ક, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો,ઉદ્યાનો અને બગીચાઓ, geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ, BRTS અને RMTS બસ સ્ટોપ્સ, RMTS પિકઅપ પોઇન્ટ્સ, બસ ડેપો, રોડ નેટવર્ક, બ્રિજ / નાલા / કલ્વરટ, સાયકલ શેરિંગ પોઇન્ટ્સ, ર્પાકિંગ પ્લોટ, ટ્રાફિક સિગ્નલ, જાહેર શૌચાલયો, ખાતર ખાડાઓ, Energy પ્લાન્ટ્સ, સી એન્ડ ડી વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેન્ડ ફિલ સાઇટ્સ, SWM વોર્ડ ઓફિસ, સ્વિમિંગ પુલ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ, – વોટર પમ્પિંગ સ્ટેશનો, જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી પુરવઠા ભૂગર્ભ નેટવર્ક, ઇએસઆર અને જીએસઆર સ્ટોરેજ, ગટરના પમ્પિંગ સ્ટેશનો, ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, ગટરના પમ્પિંગ સ્ટેશનો, ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટ, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, ટીપી સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી એન્ડ નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વગેરેનો સમાવેશ થાય છે.

આ સિટીઝન પોર્ટલ માટે શહેરના અંદાજે ૪,૦૦૦ (ચાર હજાર) કિલોમીટર જેટલા રસ્તાઓ તેમજ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઓ નો સર્વે કરવામાં આવેલ છે.

(3:58 pm IST)