Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સેમેસ્ટર - પ ના પેપરોની ફેર તપાસ કરવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિની માંગ

રાજકોટ : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સૌ.યુનિ. ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવી સેમેસ્ટર - પ ની લેવાયેલ પરીક્ષામાં પેપરની તપાસણીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય ફેર તપાસ કરવા રજુઆત કરવામાં આવી હતી. આવી ગંભીર બેદરકારી દાખવનાર સામે પણ પગલાની માંગણી કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને વહેલી તકે ન્યાય અપાવવા જણાવાયુ હતુ. આ રજુઆત સમયે છાત્ર સમિતિના પ્રમુખ સુરજ જે. બગડા, આપ શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા, પ્રદેશ સેક્રેટરી જય વણજારા, ઉપપ્રમુખ ઉત્સવ કાથરોટીયા, રક્ષિત રાજદેવ, મહામંત્રી દીપ દોંગા, ચેતન ચાવડા, મંત્રી ઉત્સવ કોરાટ, હાર્દીક ઝાલા, દીપ સંઘાણી, નીખીલ કાવાણી, જય સોજીત્રા ઉપરાંત આમ આદમી પાર્ટી મહીલા મોરચાના મહામંત્રી હર્ષાબેન શેઠ, સંજય બગડા, દર્શીત પટેલ, કેવીન વસોયા, યશ અઘેરા, રાહુલ પારઘી, સંકેત રૃકડીયા વગેરે સાથે જોડાયા હતા. 

(3:58 pm IST)