Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજકોટ સુરક્ષા તરફઃ ૮૫ ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો

૮.૫૨ લાખ લોકોએ પ્રથમ અને ૨.૯૩ લાખ લોકોએ બીજો ડોઝ મૂકાવ્યો

રાજકોટ,તા.૫: કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વયે શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં ૮.૫૨ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા ૮૫ ટકા નાગરીકોએ પ્રથમ ડોઝ લઇ લીધાનું તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૭૫ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૭૩૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝ તથા ૧૫,૫૭૨ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૨૧,૬૩૩  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૧૮ વર્ષથી ઉપરનાં ૮,૪૩,૫૪૩ નાગરીકોએ પ્રથમ ડોઝ, તથા ૧૮ વર્ષથી ઉપરનાં ૨,૫૧,૪૫૬નાગરીકોએ બીજો ડોઝ લઇ લેતા કુલ ૯,૯૩,૪૨૮ ડોઝ આપવામાં આવ્યા છે.

(3:55 pm IST)