Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

થોરાળામાં ફાસ્ટફૂડના ધંધાર્થીએ ઉધાર ન દેતાં ઢીકાપાટુનો મારઃ વિડીયો વાયરલ

રાજકોટ તા. ૫ : શહેરના થોરાળા વિસ્તારમાં મેઇન રોડ પર શાળા નં. ૨૯ પાસે ઠંડા પીણા અને ફાસ્ટફૂડની દૂકાન રાખી વેપાર કરતાં વેપારી રમેશભાઇ પટેલે ઉધારમાં નાસ્તો આપવાની ના પાડતાં કેટલાક શખ્સોએ તેને ઢીકાપાટુનો બેફામ માર મારતાં આ અંગે થોરાળા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે.

રમેશભાઇએ અરજીમાં જણાવ્યું છે કે તેની દૂકાનેથી ગઇકાલે ચેતન તથા અબ્દુલ નામના શખ્સો બાકીમાં ચીજવસ્તુ લેવા આવતાં ના પાડંતા બંનેએ ઉશ્કેરાઇ જઇ હુમલો કરી દૂકાનના ઓટલેથી ખેચીને પછાડી દઇ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. પોલીસે અરજી પરથી તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)