Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૬: ચેક રીટર્ન કેસમાં રાજગીરી સુરેશગીરી ગોસ્વામીને ૧ વર્ષની સજા રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. એ ફરમાવી હતી.

આ કેસની ટુકમાં વિગત એવી છે કે, આરોપી રાજગીરી સુરેશગીરી ગોસ્વામી રહે. ''શીવ લહેરી'' કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૪૯૬,૮૦ ફુટ રોડ રાજકોટ વાળા અને ફરીયાદી ભગપાલસિંહ વિનુભા ચૌહાણ રહે. ચૌહાણ પાન પેલેસ રોડ, રામ ઔર શ્યામ ગોલાની બાજુમાં રાજકોટ વાળા બન્ને વર્ષોથી એક બીજા સાથે મિત્રતાના સંબંધ ધરાવે છે આ કામના આરોપી રાજકોટના કલ્યાણેશ્વર શરાફી સહકારી મંડળી લી.ના નામથી ચલાવતા હતા તે મંડળીમાં દૈનિક બચત યોજના હેઠળ ફરીયાદીએ આરોપી પાસે દૈનિક રૂ. ૩૦૦/-ની રકમની દૈનિક બચત યોજનામાં ખાતુ ખોલાવેલ હતું જે દૈનિક બચતની રકમ રૂ. ૩૦૦/- આ કામના આરોપી ફરિયાદી પાસેથી રૂબરૂ આવી લઇ જતા હતા, તે દૈનિક બચત સમયે ફરીયાદી પૈસાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદીએ અવાર નવાર આરોપી પાસે પોતાની કાયદેસરની રકમની રૂ. ૪૩,૩૩પ-૦૦ માંગણી કરેલ હતી.

આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પેટે રૂ. ૪૩,૩૩પ-૦૦ પુરાનો એસ.બી.આઇ. વાણીયાવાડી શાખા, રાજકોટનો ચેક આપેલ હતો અને વચન, વિશ્વાસ, ખાત્રી આપેલ હતી. ફરીયાદીએ પોતાની બેંકમાં ચેક વટાવવા નાખતા ચેક ''ફંડ ઇનસફીસીયન્ટ''ના શેરાથી રીટર્ન થયેલ હતો. તેથી આરોપીને લીગલ નોટીસ પાઠવેલ તેમ છતાં ફરીયાદીની લેણી રકમ આરોપી દ્વારા ચુકવવામાં આવેલ નહિ. અને ત્યારબાદ ફરીયાદીએ આરોપીની સામે નેગો. ઇસ્ટુ. એકટની કલમ ૧૩૮ નીચે રાજકોટની ચીફ. જયુ. મેજી.ની કોર્ટ ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

કોર્ટે જણાવેલ કે, ધ નેગો. ઇસ્ટુ. એકટ અંગેના કાયદાનો મુળભુત હેતું ધ્યાને લઇને આરોપી રાજગીરી સુરેશગીરી ગોસ્વામી વાળાને રાજકોટ એડી. ચીફ જયુ. મેજી. એ આરોપીને (૧) વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. તથા ચેકની રકમ ૪૩,૩૩પ-૦૦ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે જો ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી વિશાલ જે. સોલંકી રોકાયેલ હતા. 

(3:23 pm IST)