Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભગીરથ સોસાયટીમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડોઃ ૬ હજારની રોકડ કબજે

રાજકોટ તા. પઃ સંત કબીર રોડ ભગીરથ સોસાયટીમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગીરથ સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી. ચૌસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. બી. કોડીયાતર તથા હેડ કોન્સ. અજયભાઇ તથા કોન્સ. ચાંપરાજભાઇ સહિતે શેરી નં. ૮ પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભગીરથ સોસાયટી શેરી નં. ૮ના જગદીશ ગોવિંદભાઇ ઉધરેજા મોરબી રોડ શિવમ પાર્ક-રના વિનોદ અરવીંદભાઇ ગુજરાતી, ભગીરથ સોસાયટી શેરી નં. ૧૧ના જગદીશ કાનજીભાઇ બાંભણીયા, પુનીતનગર-૧૧ના રમુભા મખુભા પરમાર, સંત કબીર રોડ બ્રહ્મણીયાપરા ૧પ/૧૬ના બાધુ છગનભાઇ રાઠોડ તથા પોપટપરા ૪/૧૦માં રહેતા ઉદય દેવજીભાઇ ગેડાણીને પકડી લઇ રૂ. ૬૩૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી. 

(3:23 pm IST)