Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

લાયન્સ મીડટાઉન દ્વારા ઇન્સ્ટોલેશન સમારોહ

લાયન્સ કલબ રાજકોટ મીડટાઉન દ્વારા હોટેલ સયાજી કાલાવડ રોડ ખાતે ભવ્યાતીભવ્ય ઇન્સ્ટોલેશન 'કર્મ' કાર્યક્રમનું આયોજન કરેલ. હોમ કલબના પૂર્વ ડી. ગવર્નરની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સમારોહમાં કલબના લાયન મેમ્બર દ્વારા નવા સભ્યોનું ઇન્ડકશન થયું આત્મિય લાયન બંધુ રમેશભાઇ ઘેટીયા, ડો.વલ્લભભાઇ કથીરીયા, સિનિયર પૂર્વ સભ્ય ડો. ભરત કાકડીયા, પૂર્વ ગર્વનર રમેશભાઇ પટેલ, દિવ્યેશભાઇ સાકરીયા, બન્ને વાઇસ ડી.ગવર્નર રમેશભાઇ પટેલ, દિવ્યેશભાઇ સાકરીયા, બન્ને વાઇસ ડી.ગવર્નર એસ.કે. ગર્ગજી-હિરલબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. લાયન સચિનભાઇ મણીયાર દ્વારા નવા સભ્યોનું ઇન્ડકશન કરાવાયેલ. અમરેલી,પોરબંદર, વાંકાનેર, ગ્રેટર રાજકોટ વગેરે કલબમાંથી લાયન્સ મિત્રોએ હાજરી આપી હતી. પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન રમેશભાઇ ઘેટીયા તેમજ નવનિયુકત પ્રમુખ લાયન જે.કે.પટેલ સંનિષ્ઠ સિનિયર લાયન ડો. હેમેન્દ્ર મહેતા, જીગ્નેશભાઇ ભટ્ટ, ડો. અરૂણભાઇ રોકડ, સચિનભાઇ મણીયાર જીજ્ઞેશભાઇ સંઘવી તેમજ બધા જ કલબ મેમ્બરને તથા ટિમ સ્પિરિટને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવાયા હતા. 

(2:39 pm IST)