Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજકોટના એડવોકેટ બ્રીજ વિકાસભાઇ શેઠ દ્વારા અમદાવાદમાં નવી ઓફીસનું ઉદ્ઘાટન

હાઇકોર્ટના અગ્રણી વકીલોની ઉદ્ઘાટનમાં ઉપસ્થિતિ

રાજકોટ,તા. ૫ : રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા આશરે અઢી દાયકાથી વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત વિકાસભાઈ શેઠ, એડવોકેટ એ અમદાવાદ મુકામે નવી ઓફિસનું ઉદઘાટન કરેલ છે.

શેઠ એડવોકેટસ તરીકે વકીલાતના ક્ષેત્રમાં ઓળખાતી પેઢીની સ્થાપના સને-૧૯૫૪માં સ્વ.છોટાલાલ નથુભાઈ શેઠ એ ગોંડલ મુકામે કરેલ. તેઓ સનદી વકીલ તરીકે આજીવન કાર્યરત હતા. તેમના મોટા પુત્ર કનુભાઈ છોટાલાલ શેઠ સને-૧૯૮૦ સુધી ગોંડલમાં અને ત્યારબાદ અત્યાર સુધી રાજકોટમાં સિનિયર એડવોકેટ તરીકે કાયરત છે. અને આજે ૮૩ વર્ષની ઉમરે પણ તેઓ સકીય રીતે કાનુની ક્ષેત્રમાં ભાગ લે છે અને રાજકોટના મીડીયેસન સેન્ટરમાં તથા રાજકોટની અનેક સામાજિક સંસ્થાઓમાં વિનામૂલ્યે સેવા આપે છે. જેના માટે RED FM એ તેઓનું સામાજિક ક્ષેત્રે કરવામાં આવેલ પ્રદાનને ધ્યાને લઈ બહુમાન કરેલ છે.

રાજકોટના કનુભાઈ શેઠ, એડવોકેટના પુત્ર વિકાસભાઈ શેઠ પણ સને-૧૯૯૪ થી વકીલાતના ક્ષેત્રમાં રાજકોટ મુકામે કાર્યરત છે. તેઓએ હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ, SSRD, DRT સ્ટેટ કન્ઝયુમર કમીશન વિગેરે એપેલેટ ઓથોરીટી માટે સૌરાષ્ટ્રના વકીલો તથા દાયકાઓથી વિશ્વાસ મુકનાર અસીલોને સરળતા રહે અને સંતોષકારક પરીણામ મળે તે માટે અમદાવાદમાં સાયન્સ સીટી મેઈન રોડ ઉપર 'સત્યમેવ એમીનન્સ' તરીકે ઓળખાતા ભવ્ય બિલ્ડિંગમાં અગિયારમા માળે ઓફિસ નં.૧૧૧૧, અષાઢી બીજના શુભ દિવસે ચાલુ કરેલ છે. તે ઓફિસ વિકાસભાઈ શેઠ, એડવોકેટના પુત્ર બ્રીજભાઈ શેઠ, એડવોકેટ કે જે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ હાઈકોટમાં કાર્યરત છે, અને અનેક વિવાદાસ્પદ કેસમાં સફળતાપૂર્વક પરીણામો લાવેલ છે તેવો સક્રિય રીતે સંભાળી રહયા છે.

ઉપર્યુકત ઉલ્લેખેલ ઓફિસના ઉદઘાટન સમયે ગુજરાત હાઈકોટના સિનિયર કાઉન્સેલ-એડવોકેટ શ્રી મેહુલભાઈ શાહ, યતીનભાઈ ઓઝા (ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીયેસનના પ્રેસિડેન્ટ), હાર્દીક બ્રહમભટ (ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીયેસનના સેક્રેટરી), જીગરભાઈ ગઢવી, તૃષાબેન પટેલ, કુંતલ જોશી, લલિતભાઈ શેઠ, તુષારભાઈ શેઠ વિગેરે વકીલ મહાનુભાવોએ હાજર રહી શેઠ એડવોકેટસને તેના નવા સોપાન બાબતે પ્રોત્સાહીત કરેલ છે.

(11:50 am IST)