Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કન્ટેમેન્ટ ઝોનમાંથી ૪૦ જેટલા લોકો બહાર નીકળી જતા તંત્ર એકશન મોડમાં : સાંજે કલેકટરે સંયુકત વીસી યોજીઃ કડક નિયમો આવશે

કલેકટર-ડીડીઓ-ડીએસપી સંયુકત રીતે તમામ પ્રાંત-માલતદાર TDO, PI, PSIને સંબોધન કરશે : રાત્રી કફર્યુ ઉઠી જતા લોકો મોડી રાત સુધી રખડે છેઃ ધનવંતરી રથ-કોરોન્ટાઇન-નવી હોસ્પીટલો અંગે પણ સમીક્ષા : કન્ટેમેન્ટ ઝોનમાંથી લોકો બહાર નીકળી રહ્યા હોય-કેસો બેફામ વધવાનો ઉભો થયેલો ભયઃ ખાસ એકશન પ્લાન ઘડી કઢાય તેવી શકયતા

રાજકોટ તા. પ : રાજકોટ - શહેર જીલ્લામાં કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે, અને નવા-નવ વિસ્તારો કન્ટેમેન્ટ ઝોન જાહેર થઇ રહયા છે, અને આ કન્ટેમેન્ટ ઝોનમાંથી અંદાજે ૩પ થી ૪૦ લોકો બહાર નીકળતા ભાગી જતા પોલીસે આ બધાને ઝડપી લીધા હતા અને તે લોકો સામે ગુન્હા પણ નોંધ્યા છે, પરંતુ આવા ભાગી જવાના બનાવો વધવા માંડતા તંત્ર એકશન મુડમાં આવી ગયું છે.

પરીણામે આ સંર્દભે આજે સાંજે જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન, ડીડીઓ શ્રી રાણાવાડીયા, ડીએસપી શ્રી બલરામ મીણાએ એક સંયુકત વીસી યોજી છે, જેમાં આરોગ્ય વિભાગના ડોકટરો તમામ પ્રાંત, મામલતદારો -પીઆઇ-પીએસઆઇ-ટીડીઓને હાજર રહેવા આદેશો કર્યા છે.

આ વીસીમાં કન્ટેમેન્ટ ઝોન, તેમાંથી બહાર નીકળી જતા લોકો તેના માટે એકશન પ્લાન, ૩૬૩ નિયમો, ઉપરાંત રાત્રી કર્ફયુ ઉઠતા લોકો શહેર જીલ્લામાં મોડે સુધી આડેધર બહાર રખડતા હોય તેમની સામે કડક પગલા, ધન્વંતરી રથ-ઉકાળા -દવા વેન્ટીલેટર-મેડીકલ સ્ટાફ-કોરોન્ટાઇન ક્ષેત્ર, નવી હોસ્પિટલો સહિતની બાબતોની સમીક્ષા થશે.અને સૂચનાઓ અપાશે.

ખાસ કરીને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી લોકો બહાર નીકળી જતા હોય તંત્રને કેસો બેફામ વધવાનો ભય પણ ફેલાયો છે., પરિણામે કંઇક અસરકાર પગલા લેવાય તેવી શકયતા ટોચના અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.

દરમિયાન અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે સમરસ હોસ્ટેલમાં ઓકસીઝન લાઇન નખાઇ ગયાનું અને ઇએસઆઇ તથા લોધીકા સીએચસી ની કોવીડ-હોસ્પીટલમાં ઓકસીઝન લાઇન નાખવાની કામગીરી ચાલુ છે. જયારે રાજકોટમાં કોર્પોરેશને ત્રણ નવી ખાનગી હોસ્પીટલ ફાઇનલ કરી છે. જેમાં ઓરેન્જ કોવીડ હોસ્પીટલમાં ૪૦ બેડ, આયુષ્યમાન હોસ્પીટલમાં ૩૬ બેડ, અને ડો.રંગાણીની હોસ્પીટલમાં ૧૮ બેડ સહીત કુલ ૯૪ બેડની સુવિધા શનીવાર સુધીમાં  ઉપલબ્ધ છે. હાલ એન્ટીજન કીટથી પણ ટેસ્ટ થઇ રહયા છે. હાલ પ હજાર કીટ આરોગ્ય તંત્ર પાસે પડી છે. બીજો ઓર્ડર અપાયો છે. ર દિવસમાં આવી જશે.

(5:01 pm IST)