Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

 વિધાનસભા ૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦માં યુનિ. રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ મુંબઇ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા તથા ક્રિષ્ના પાર્ક સોસાયટીના પ્રમુખ અને વોર્ડ નં. ૧૦ના ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, કાંતિભાઇ અંટાળા, વજુભાઇ ઢોરીયા, અશ્વિનભાઇ વેકરીયા, બાબુભાઇ પટેલ, પાયલબેન બેરા, મનીષાબેન સોજીત્રા સહિતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)