Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પ્રોફેસરોની ચેમ્બરમાં કેમેરા મૂકવા કે નહી ? સીન્ડીકેટની બેઠકમાં નિર્ણય

ત્રણ અધ્યાપકો સામેની તપાસનો રીપોર્ટની ચર્ચા

રાજકોટ, તા. પ : સોરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે સીન્ડીકેટની બેઠક મળી છે જેમાં ત્રણેક મુદાઓ ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે.

અધ્યાપકો સામેના આક્ષેપો અને પ્રશ્નોને કારણે હવે પ્રોફેસરોની ચેમ્બરમાં કેમેરા મૂકવા અંગેનો એજન્ડા આજે સીન્ડીકેટમાં મૂકાયા છે. સુટાની કેમેરા ન મૂકવાનું દબાણ અને રજુઆત છે ત્યારે હવે સીન્ડીકેટ આ અંગે શું નિર્ણય થાય તેના ઉપર સૌની મીટ મંડાય છે.  આજની સીન્ડીકેટની બેઠકમાં અર્થશાસ્ત્ર ભવન અને શારીરીક શિક્ષણ ભવનના પ્રોફેસર સામેની તપાસની ચર્ચા થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:14 pm IST)