Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કરિયાણા, પાન-કોલ્ડ્રીંકસની દુકાનો, ચાની હોટલ, ઇંડાની લારી ખુલ્લા રાખી જાહેરનામાનો ભંગઃ ૬૮ની ધરપકડ

કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં બીનજરૂરી બહાર નિકળનારા લોકો પણ ઝપટે ચડયા

રાજકોટ તા. પઃ કોરોના વધુ વકરી રહ્યો છે. શહેરમાં ચિંતા વધી રહી છે. અનલોક-૩ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અલગ-અલગ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે છતાં કેટલાક લોકો જાગૃત થવા તૈયાર થતા નથી જેમાં પોલીસે જુદા-જુદા વિસ્તારના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં બીન જરૂરી ઘરની બહાર નીકળનારા તથા બેકરી, ચાની હોટલ, ઇંડાની તથા નાસ્તાની લારી, કરીયાણાની દુકાન, પાનની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૬૮ લોકોને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર વિજય પ્લોટ શેરી નં. ર૯ માં બીન જરૂરી ઘરની બહાર નીકળનાર મનોજ પરસોતમભાઇ પતરીયા અને હાર્દિક મનોજભાઇ પતરીયા, જુની દરજી બજારમાંથી અસ્લમ ઉસ્માનભાઇ કટારીયા, પરા બજારમાંથી ખેતલા આપા ટી સ્ટોલ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા પ્રેમ વોચચંદભાઇ જેઠવાણી, કનક રોડ જુના બસ સ્ટેન્ડ પાછળ રેંકડી ખુલ્લી રાખનાર ગીરધારી શ્યામલાલભાઇ મંજાણા, પરાબજારમાં ઇંડાની લારી ખુલ્લી રાખી વેપાર કરતા યુનુસ ગફારભાઇ હેરંજા, ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ સામે ખેતલા આપા ટી સ્ટોલ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતો સની ધીરૂભાઇ ઝીંઝુવાડીયા, ડી. એચ. કોલેજ પાસે હોમી દસ્તુર માર્ગ પર બોમ્બે બાઇટસ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરતા શકીલ રજાકભાઇ દશાડીયા, શાસ્ત્રી મેદાન એસ.ટી. બસ સ્ટેન્ડના ગેઇટ પાસે સુહાના એગ્સ સેન્ટર નામની ઇંડાની લારી ખુલ્લી રાખી વેપાર કરતા અનવર વાજીદભાઇ પઠાણ, લક્ષ્મીનગર નાલા પાસેથી મહેબુબ વલીભાઇ અમરેલીયા તથા બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન નરસિંહ મહેતા ટાઉનશીપ પાસેથી ચેતન તુલશીભાઇ પરમાર, જીજ્ઞેશ હરેશભાઇ રાઠોડ, હેમાલીબેન જીજ્ઞેશ રાઠોડ તથા ડી માર્ટની પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ પાસે દુકાન ખુલ્લી રાખનાર રમેશ નરોતમભાઇ મજેઠીયા, દીલીપ ચનાભાઇ ચૌહાણ, પેડક રોડ પટેલવાડીની સામેથી દિનેશ બાબુભાઇ ડાભી, મેપા સાંગાભાઇ ગમારા, સંતકબીર રોડ, શકિત હોટલની પાસે ડીલક્ષ પાન નામની દુકાન ખુલ્લી રાખનાર હીરેન બચુભાઇ વાજા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વિરમ ઘુઘાભાઇ જોગરાણા, ધના મખાભાઇ સરૈયા, કન્ટેઇનમેન્ટ ઝોન શકિત સોસાયટી શેરી નં. ૬ માંથી તૌશીફ નજીરભાઇ ખાન તથા ભકિતનગર પોલીસે કોઠારિયા રોડ પરથી રીક્ષામાં વધુ મુસાફરોને લઇને નીકળેલા ચાલક અમીન ઓમાણભાઇ ટાંક, જંગલેશ્વર પાસે લેઉવા પટેલ શેરી નં. ર માંથી હુશેન રહીમભાઇ કુરેશી, મુશરફ મહેબુબભાઇ સેવંગીયા, સોરઠીયઇાવાડી સોસાયટી શેરી નં. ૬ માંથી હીતેશ શંભુભાઇ ત્રીવેદી, તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ પાસે દેવનગર ઢોરા પાસે જગદીશ ચકુભાઇ મેઘાણી, દીલીપ દાનાભાઇ ડાભી, તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશનની સામેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડીને નિકળેલા મહેશ દેવજીભાઇ ખીમસુરીયા, તથા માલવીયાનગર પોલીસે નહેરૂનગર શેરી નં. ૯ માંથી મગન લાખાભાઇ બાલધા, હરીદ્વારા સોસાયટી શેરી નં. ૪ માંથી નીમીશ હસમુખભાઇ પટેલ, ન્યુ પપૈયાવાડી શેરી નં. પ માંથી મયંક મધુભાઇ ભુવા, કૈલાશ હરીભાઇ ઠકરાર, મવડી રોડ માલવીયાનગર પોલીસ સ્ટેશન સામેથી ઓમ સીઝન સ્ટોર નામની દુકાન પાસેથી પરેશ ઘનશ્યામભાઇ કેસરીયા, મવડી રોડ હીરેન સેલ્સ એજન્સી નામની દુકાન પાસેથી ભરત ખીમજીભાઇ કાનાબાર, વિશ્વેશ્વર મંદિર પાસેથી સંતોષ રેડીમેઇડ નામની દુકાન પાસેથી જેકી તારાચંદભાઇ મલકાણી, શીવા ફેશન નામની દુકાન પાસેથી રવી ઇન્દ્રકુમાર અદવાણી, મવડી ફાયર સ્ટેશન સામે એમ.પી. પાર્ક શેરી નં. ર માંથી કીરીટ જગદીશભાઇ ડાભી, પ્રકાશ મનબહાદુર સોની તથા પ્ર.નગર પોલીસે રેસકોર્ષ રીંગ રોડ એન.સી.સી. ચોક પાસેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા જીજ્ઞેશ બાબુભાઇ મોલીયા, રેસકોર્ષ રોડ પર મેયરના બંગલા સામે ફૂટપાથ ઉપરથી જીત હરેશભાઇ કોટેચા, દિપેશ દીલીપભાઇ માખાણી, આફતાબ આશીષભાઇ બ્લોચ, રેસકોર્ષના ગ્રાઉન્ડ ફન વર્લ્ડની બાજુમાં બોમ્બે ચોપાટી નામની રેકડી રાત્રે ચાલુ રાખી વેપાર કરતા પ્રેમ રાયધનભાઇ ખત્રી, ઉમેશ રમેશભાઇ લાઠીયા, ગેલેકસી સનેમા સામેથી શ્રીનાથજી સીઝન સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા પિયુષ દલસુખભાઇ પાંધી, સંતોષ અલ્પાહાર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા યોગેશ દલસુખભાઇ પાંધી, કોરોન્ટાઇનઝોન રેલનગર જલારામનગર શેરી નં. ર માંથી વિજય પરસોતમભાઇ આહુજા, હિતેશ વિજયભાઇ આહુજા, રવીન્દ્ર માધવલાલ કકકડ, માધવલાલ નંદલાલભાઇ કકકડ તથા ગાંધીગ્રામ પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે શિવ પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર દિનેશ કાનજીભાઇ જારીયા, ગાંધીગ્રામ-પ માંથી સુરેશ જેસંગભાઇ પરમાર, રૈયા રોડ આમ્રપાલી ચોકી પાસે સીટી સેન્ટર બીલ્ડીંગ પાસેથી રાજેન્દ્ર પાન નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા અલ્પેશ રાજુભાઇ ઉંધાડ, રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે અરીહંત પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર તેજસ કિશોરભાઇ વાઘર, બજરંગ કોલ્ડ્રીંકસ નામની દુકાન ખુલ્લી રાખનાર મહેક મહેન્દ્રભાઇ કકકડ, રૈયા ચોકડી પાસે શકિત પાન નામની દુકાન ખુલ્લી રાખનાર મયુર વીજયભાઇ સોમમાણેક, તથા તાલુકા પોલીસે ૪૦ ફુ઼ટ રોડ પર ગાંધી સોડા શોપ નામની દુકાન ખુલ્લી રાખનાર પંકજ ખીમજીભાઇ સંઘાણી, તથા માધવ બેકરી પાસે ગ્રાહકો એકઠા કરનાર પંકજ મનસુખભાઇ કથીરીયા, મવડી કણકોટ રોડ પર ડ્રીમ સીટી એપાર્ટમેન્ટની સામે મોમાઇ ચાની કેબીન પાસે ગ્રાહકો એકઠા કરનાર મોહીત જગાભાઇ ટારીયા, કન્ટેઇનમેન્ટ ઝોન યોગી પાર્કમાંથી વિરલ રસીકભાઇ ભલાણી, પ્રમુખનગર શેરી નં. ૪ પાસેથી સંદીપ હરચંદભાઇ દવે, આશીર્વાદ હોસ્પિટલ પાસેથી સુરેશ કુરજીભાઇ ઠેસીયા, રામધણ મંદિર પાસે રામસ્કવેર એપાર્ટમેન્ટમાં શીવમ કરીયાણા સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર મીલન બાવકુભાઇ ઉકાણી તથા યુનિવર્સિટી પોલીસે દોઢસો ફુ઼ટ રોડ પર રાધેક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ ખોડીયાર અમુલ પાર્લર નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર જયસિંહ ચંદુભાઇ રાઠોડ, યુનિવર્સિટી રોડ એફએસએલની ઓફીસ સામે જયદ્વારકાધીશ પાન નામની દુકાન ખુલ્લી રાખનાર શૈલેષ બાબુભાઇ મુંડીયા, ચીરાગ પાન નામની દુકાન ખુલ્લી રાખનાર સંજય વાઘાભાઇ રાઠોડ તથા મુંજકા ગામ મેઇન રોડ પર પાનની દુકાન ખુલ્લી રાખનાર રાજેશ કરશનભાઇ ટોળીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)