Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શેઠનગરમાં ભાઇના ઘરે આવેલા વાંકાનેરના સલમાબેન પઠાણ ગુમ

રાજકોટ, તા., ૫: જામનગર રોડ શેઠનગરમાં ભાઇના ઘરે આવેલા વાંકાનેરના સલમાબેન ઉર્ફે બેબીબેન યુસુફભાઇ પઠાણ (ઉ.વ.પ૩) ઘરેથી નીકળ્યા બાદ લાપતા થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરવા આવી છે.

મળતી વિગત મુજબ વાંકાનેર આર.કે.નગર નવાપરા શેરી નં. ૩ માં રહેતા સલમાબેન ઉર્ફે બેબીબેન યુસુફભાઇ પઠાણ (ઉ.વ.પ૩) ગત તા. રપ-૭ના રોજ રાજકોટ જામનગર રોડ શેઠનગર પ્લોટ નં. ૩૭૦માં રહેતા તેના નાનાભાઇ મુનાવરભાઇ ઇસરારભાઇ સૈયદના ઘરે આવ્યા હતા. બીજા દિવસે તે માનસીક અસ્થિરતાના લીધે ઘરની બહાર નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના નાનાભાઇ મુનાવરભાઇએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. જો કોઇને આ મહિલા જોવા મળે તો મોબાઇલ નં. ૯૬૬ર૮૦ ૬૭૮પ તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧ રપ૭પ૧ર૪ ઉપર સેપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)