Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મ્યુ.કોર્પોરેશન-નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવણીનો ચેક અર્પણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સથી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાશે

રાજય સરકારનો આભાર વ્યકત કરતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. પ : મહાનગરપાલિકાઓ અને નગર પાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા રૂ.૧૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનું મંજુર કરવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ ફાળવણીનો ચેક કાર્યક્રમ વિજયભાઇ રૂપાણીના વિડીયો કોન્ફરન્સથી શુક્રવારના રો જ યોજાશે.

   આ અંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમાર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકારશ્રી દ્વારા રૂ.૧-૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવાનું મંજુર કરવા બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનો આભાર વ્યકત કરેલ.

રાજય સરકાર દ્વારા કોવીડ ૨૦૧૯ની ગાઈડ લાઈન ધ્યાનમાં લઇ  નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે તા.૦૭ શુક્રવારના રોજ બપોરના  ૧ વાગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગ્રાન્ટના ચેક અર્પણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સથી યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદ સભ્યઓ, ધારાસભ્યો વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:28 pm IST)