Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોનાની સારવારમાં પાયોનીયરર્સ સ્ટાર સિનર્જી હોસ્પિટલ દ્વારા પેટ્રીયા સ્યુટ્સ ખાતે કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

રાજકોટઃ કોરોનાની સારવારના પાયોનીયરર્સ-સ્ટાર સિનર્જી હોસ્પિટલ હવે માઇલ્ડ અને એસીન્ટોમેટિક દર્દીઓની સારવાર કોવિડ કેર સેન્ટર પેટ્રીયા સ્યુટ્સ ખાતે કરશે. રાજકોટ શહેર, રાજકોટ જીલ્લા અને રાજકોટની આજુ બાજુના શહેરોમાં કોરોનાના દર્દીઓનો સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારાને ધ્યાનમાં લઇ અને કોરોનાની સારવારના પાયોનીયરર્સ એવી સ્ટાર સિનર્જી હોસ્પિટલ માઇલ્ડ અન એસીન્ટોમેટિક દર્દીઓની પુરતી મેડિકલ સારવાર મળી રહે અને દર્દીઓને હોટેલ /રિસોર્ટ કક્ષાની અદ્યતન સુવિધાઓ મળી રહે એવા ઉદ્દેશથી રાજકોટની ખ્યાતનામ હોસ્પિટાલિટી સર્વિસ આપતી પેટ્રીયા સ્યુટ્સ ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરે છે. પેટ્રીયા સ્યુટ્સ ખાતે દર્દીઓને પ્રાથમિક મેડિકલ સારવાર સાથે સ્ટાર સિનર્જી હોસ્પિટલના ન્યુટ્રીશયન દ્વારા ડિઝાઇન કરેલ મેનુ મુજબનું ભોજન તેમજ પેટ્રીયા સ્યુટ્સના આરામદાયક વાતાવરણમાં રહેવાની વ્યવસ્થા હશે. વિગતો જણાવતા રાજકોટના ખ્યાતનામ પલ્મનોલોજીસ્ટ (ફેફસાના દર્દોના નિષ્ણાંત) તેમજ ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડો. જયેશ ડોબરિયાએ ઉમેર્યું કે ઉપરોકત સુવિધાઓ સરકારીશ્રીના માન્ય કરાયેલસારવારના દરો કરતાં પણ ઓછા દરે સુવિધા આપવા અને દર્દીઓને મેડિકલ સારવાર આપવા અમે અને અમારી ટીમ કટિબધ્ધ થયા છીએ.

(3:23 pm IST)