Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દિલ્હીની પેટર્ન અપનાવી ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડો : ચેમ્બર ઓફ કોમર્સ

લોકડાઉનના ડામ સહન નથી થયા ત્યાં અસહ્ય ભાવ ન પરવડેઃ વેટ ઘટાડીને ભાવ ઘટાડવા મુખ્યમંત્રીને પત્ર લખી કરાયુ સુચન

રાજકોટ, તા. પઃ કોવિડ-૧૯ની મહામારી અને આનુસંગીક લાગુ કરાયેલ લોકડાઉનના કારણે વેપાર-ઉદ્યોગકારો તથા પ્રજાજનો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે. ત્યારે દેશમાં હવે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો આકરો ડામ અન્યાયકર્તા હોય વેટ ઘટાડીને લોકોને રાહત આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં ક્રુડનો ભાવ ઘટયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલમાં દિન-પ્રતિદીન ભાવ વધી રહેલ છે તથા ડિઝલમાં ભાવ વધારાના કારણે હાલ ઔદ્યોગિક એકમોને કાચામાલના ઉત્પાદનમાં ભાવ વધારો તથા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બની ગયેલ છે જેથી ઔદ્યોગિક એકમો માટે નુકશાનકર્તા સાબિત થયું છે.

કેન્દ્ર સરકાર ડિઝલ ઉપર ૩૦% વેટ લાગુ કરાયેલ હતો. તેમાં દિલ્હીની રાજય સરકારે તાજેતરમાં તેમાં ૧૩.રપ જેટલો વેટમાં ઘટાડો કરીને રાહનીય પગલુ ભરેલ છે અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૮.૩૬ જેટલો નોંધપાત્ર ઘટાડો થયેલ છે.

ગુજરાત રાજયમાં પેટ્રોલ પરના વેટ ખૂબ જ વધુ છે. જેથી દિલ્હી રાજય સરકારના લેવાયેલ નિર્ણયને અનુસરી ગુજરાત રાજયમાં પણ પેટ્રોલ-ડીઝલના વેટમાં ઘટાડો કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માંગણી ઉઠાવાઇ છે.

(3:22 pm IST)