Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પ્રથમ કારસેવામાં જોડાવાનું મને સૌભાગ્ય મળેલ : મુકેશ દોશી

ચંદન હૈ ઇસ દેશ કી માટી, તપોભૂમિ હર ગ્રામ હૈ,હર બાલા દેવી કી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હૈ

રાજકોટ, તા. પ : દીકરારનું ઘર વૃધ્ધાશ્રમ, ઢોલરાના ટ્રસ્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન શ્રી મુકેશ દોશીએ પોતે અયોધ્યાની પ્રથમ કાર સેવામાં જોડાયા તે પ્રસંગને જીવનનું સૌભાગ્ય ગણાવી સંસ્મરણો વાગોળ્યા છે.

મુકેશ દોશીએ જણાવેલ કે  રાષ્ટ્રીય સ્વયં સેવક  સંઘના શીશુ કાળના  સંસ્કારો, થયેલું ઘડતર, ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર  તરીકે જયારે  વિશ્વ હિન્દુ પરિષદ  દ્વારા  અયોધ્યામાં  પ્રથમ કારસેવા  યોજાયેલ ત્યારે  દેશભરના સેંકડો કાર્યકર્તા  તે  કારસેવા માં જોડાયા હતા. જેમાનો એક હું પણ હતો. આજે પણ એ દ્રશ્યો નજર સમક્ષ તરે છે.  ઉત્ત્।રપ્રદેશ માં  શ્રી કલ્યાણસિંહના નેતૃત્વ નીચે ગલીએ - ગલીએ  જય શ્રી રામનો ઘોષ,  ચારે બાજુ કેસરિયો માહોલ   ભારતમાતા કી જય   વંદે માતરમના નારા વચ્ચે  અભૂતપૂર્વ ઉત્સાહ અને તંગદિલીભર્યા વાતાવરણની વચ્ચે  રાજકોટથીએ વખતના તત્કાલીન પ્રમુખ  કમલેશભાઈ જોષીપુરા , મહામંત્રી  ઉમેશભાઈ રાજયગુરુ  તેમજ યુવા નેતા  કશ્યપભાઈ શુકલના નેતૃત્વમાં કારસેવામાં મારા સહિતના કેટલાક કાર્યકર્તાઓએ જવાનું થયું. અમને સૌને  અલ્હાબાદમાં  નજરકેદ  કરી રાખવામાં આવ્યા પરંતું  એ વખતનો જે માહોલ હતો એ સપનું આજે વર્ષો પછી સાકાર થયું છે. ભગવાન શ્રી રામ નું  મંદિર  બનવા જઇ રહ્યું છે ત્યારે  દેશના કરોડો ભારતીયોનું સપનું આજે સાકાર થતું દેખાય છે. ભગવાન શ્રી રામના ચરણોમાં કોટી કોટી વંદન.

(2:51 pm IST)