Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કસરતબાજો - ફીટનેસની ચિંતા કરનારાને આજથી જલ્સો : જીમ પુનઃ ધમધમ્યા : સરકારની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન

આજથી દેશમાં જીમ અને યોગા સેન્ટર સરકારની ગાઇડલાઇન્સ સાથે પુનઃ ધમધમતા થતાં કસરતબાજો અને ફીટનેસ તરફ સતત ધ્યાન આપતા લોકોને જલ્સો પડી ગયો છે. આજે જીમ શરૂ થતા જ વ્હેલી સવારથી કસરતબાજો પોતપોતાના જીમમાં પહોંચી ગયા હતા અને વિવિધ સાધનો સાથે કસરત કરી પોતાની ફીટનેસ પુનઃ મેળવવા પ્રયાસ કર્યો હતો એટલું જ નહિ પરસેવો પણ પાડયો હતો. દરેક જીમ સંચાલકે આજે સભ્યોને સરકારી ગાઇડલાઇન્સથી વાકેફ પણ કર્યા હતા. અત્રે એ નોંધનીય છે કે અનલોક-૩.૦માં સરકારે જીમ અને યોગા સેન્ટરો ખોલવા મંજુરી આપી છે. માર્ચ મહિનાથી જીમ - યોગા સેન્ટર બંધ હતા.

(1:10 pm IST)