Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

તહેવારો સંદર્ભે એસટીમાં ટ્રાફિક વધ્યો : કાલથી અમદાવાદ - ઉના - કાલાવાડ - મોરબી સહિત સંખ્યાબંધ રૂટો પર બસો દોડશે

વધારાની બસો મૂકાઇ : એકસપ્રેસ રૂટમાં રિઝર્વેશન સુવિધા રાબેતા મુજબ મળશે તેવી પણ જાહેરાત

રાજકોટ તા. ૫ : રક્ષાબંધન અને બાદમાં આવી રહેલા સાતમ - આઠમના તહેવારો સંદર્ભે રાજકોટ એસટી ડિવીઝનમાં ધડાધડ ટ્રાફિકમાં વધારો થતાં આવતીકાલથી અમલમાં આવે તે રીતે વધુ નવા રૂટો - બસો રાજકોટ એસ.ટી. ડીવીઝન શરૂ કરી રહ્યું છે.

વિગતો મુજબ અને ડેપો મેનેજરશ્રી નિશાંત વરમોરાએ જણાવ્યા મુજબ કાલથી રાજકોટ - અમદાવાદ સવારે ૮ વાગ્યે, રાજકોટ - ઉના (દીવ) સાંજે ૭.૪૫ વાગ્યે, આ ઉપરાંત કાલાવડ માટે સવારે ૬.૧૫, ૬.૪૫, ૯.૦૦ અને ૧૦ વાગ્યે, મોરબી માટે સવારે ૯.૧૫ અને ૯.૪૫ વાગ્યે, લોધીકા માટે સવારે ૭ અને સાંજે ૬.૪૫ વાગ્યે, જામનગર માટે બપોરે ૧.૪૫ વાગ્યે તથા રાજકોટથી આમરણ માટે સવારે ૭ અને બપોરે ૨.૩૦ વાગ્યે રૂટો કાલથી બસો દોડવા માંડશે.

આ ઉપરાંત અમરેલી - મહુવા પણ બપોરે ૧.૩૦ વાગ્યે મળશે. તમામ બસો રાજકોટ ડેપોની અને એકસપ્રેસ રૂટમાં રિઝર્વેશન સુવિધા રાબેતા મુજબ મળશે તેમ જાહેર કરાયું છે.

(1:08 pm IST)