Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ટેમ્પો ટ્રાવેલર્સમાં ચોરખાના બનાવી ૩૪૮ બોટલ દારૂ છુપાવાયો'તોઃ તાલુકા પોલીસે બે રાજસ્થાનીને દબોચ્યા

ગોંડલ રોડ ચોકડી પાસે પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, અરજણભાઇ અને ભગીરથસિંહ ઝાલા તથા ટીમની કાર્યવાહીઃ કુલ ૬.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૫: બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે. તાલુકા પોલીસની ટીમે ગોંડલ રોડ ચોકડીએ રાજસ્થાન પાસીંગની એક ટેમ્પો ટ્રાવેલર્સ સાથે બે રાજસ્થાની શખ્સને દબોચ્યા છે. આ બંનેએ પોતાના આ વાહનમાં ચોરખાના બનાવી અંદર રૂ. ૧,૭૪,૦૦૦નો ૩૪૮ બોટલ દારૂ મળ્યો હતો.

પોલીસે બે શખ્સો પ્રતાપ સુરતારામ ચોૈધરી (ઉ.વ.૨૧-રહે. નેવરા તા. ઓશીયા થાણા મતાણીયા જી. જોધપુર-રાજસ્થાન) તથા કાનારામ ભીહારામ ચોૈધરી (ઉ.વ.૨૨-રહે. ઓશીયા ગામ થોભ-જોધપુર રાજસ્થાન)ની ધરપકડ કરી આરજે૧૯ટીબી-૦૫૦૧ નંબરની ટેમ્પો ટ્રાવેલર્સ તથા તેની અંદર ચોર ખાનામાં છુપાવી રખાયેલો રૂ. ૧,૭૪,૦૦૦નો ૩૪૮ બોટલ દારૂ, બે મોબાઇલ ફોન મળી રૂ. ૬,૭૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા બંનેની વિશેષ પુછતાછ હાથ ધરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ રાણા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, રૂપેશભાઇ પટેલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ડામોર, કોન્સ. અરજણભાઇ અને ભગીરથસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. બંને શખ્સો દારૂ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(1:06 pm IST)