Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જણસીની આવકમાં અડધોઅડધ થયો ઘટાડો

મોટાભાગના ખેડૂતોએ રજા અગાઉ પોતાનો માલ વેચી નાખ્યો

રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે રજા અગાઉ રજા જેવો માહોલ છવાયો છે. તલ, જીરૂ એરંડા, મગફળી સહિતના પાકોની આવકમા ધરખમ ઘટાડો થયો છે.

તમામ જણસીઓની આવક રેગ્યુલર દિવસો કરતા ૫૦%થી પણ ઓછી આવી રહી છે છેલ્લા એકાદ અઠવાડિયાથી વિવિધ પાકોની આવકમા નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્વારા પહેલા લાંબી રજાઓ જાહેર કરવામા આવી હતી જેને પગલે મોટાભાગના ખેડૂતોએ રજા અગાઉ પોતાનો માલ વેચી નાખ્યો છે.

ત્યારબાદ હવે ૧૦થી ૧૬ ઓગષ્ટ દરમ્યાન રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રજા જાહેર કરાતા હાલ રાજકોટ માર્કેટીંગ યાડમાં જણસીની આવકમાં આ મોટો તફાવત જોવા મળ્યો છે.

(12:43 pm IST)