Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજકોટ જિલ્લામાં પ,૩૩,૩૦૦ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

રાજકોટ જિલ્લામાં સારા વરસાદને પરિણામે ૪ ઓગસ્ટ સુધીમાં ૧૧ તાલુકાઓમાં કુલ ૫૩૩૩૦૦ હેકટર જમીનમાં વિવિધ ખરીફ પાકોનુ વાવેતર કરાયું છે. બાજરીનું વાવેતર ૫૦૦ હેકટરમાં, જુવારનું વાવેતર ૧૦૦ હેકટરમાં, તુવેરનું વાવેતર ૩૨૦૦ હેકટર વિસ્તારમાં, મગનું વાવેતર ૧૫૦૦ હેકટર વિસ્તારમાં, મઠનું વાવેતર ૧૦૦ હેકટર વિસ્તારમાં, અડદનું વાવેતર ૧૩૦૦ હેકટર વિસ્તારમાં, મગફળીનું વાવેતર ૨૮૯૭૦૦ હેકટર વિસ્તારમાં, તલનું વાવેતર ૧૮૦૦ હેકટર વિસ્તારમાં, દિવેલાનું વાવેતર ૪૮૦૦ હેકટર વિસ્તારમાં, સોયાબીનનું વાવેતર ૨૩૦૦ હેકટર વિસ્તારમાં, કપાસનું વાવેતર ૨૦૦૧૦૦ હેકટર વિસ્તારમાં, શાકભાજીનું વાવેતર ૧૩૫૦૦ હેકટર વિસ્તારમાં અને ઘાસચારાનું વાવેતર ૧૪૪૦૦ હેકટર વિસ્તારમાં કરાયું છે.

(12:43 pm IST)