Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જાની પરિવાર દ્વારા કાનુડાના હિંડોળા દર્શન

દ્વારકાધીશજીનું નૌકાવિહાર, યમુના મૈયાની આરતી, ફુલના હિંડોળા પણ ઘરે જ બનાવ્યા : નવતર પ્રયોગ

રાજકોટઃ અહિંના નિર્મલા કોન્વેન્ટ રોડ મહાવીર પાર્કમાં રહેતા નમ્રતાબેન જાની દરરોજ પોતાની ઘરે કાનુડાના હિંડોળા દર્શન તૈયાર કરે છે આજરોજ એમણે વદાવન અને ગોર્વધન પર્વતના દર્શન રાખેલ છે તેઓ ચુંદડી મનોરથ ,વિશ્રામઘર ,અને બધાં જ ઘાટ તથા દ્વારકાધીશનુ નૌકાવિહાર, યમુનામૈયાની આરતી, લીંબુડા બાગ, બદામ બાગ, ફુલના હિંડોળા અને અલગ અલગ પ્રકારના હિંડોળા દર્શન તૈયાર કરે છે ને લાલાને લાડ લડાવે છે નમ્રતાબેન જાની જણાવે છે કે  અત્યારે કોરોનાની મહામારી ચાલતી હોવાથી વેશ્ણવો હવેલીએ જઈ શકતા નથી તો તમે ધરે હિંડોળા દર્શન કરાવો કાનુડાની ભકિત પણ થશે અને કોરોનાને ભૂલી સારાં વિચારો આવશે અને ધરનુ વાતાવરણ આનંદમય બનશે.
 

(11:32 am IST)