Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

૧૦૦૦ વિદ્યાર્થીનીઓ સાથે પોલીસની 'સીધીબાત': વિવિધ પ્રશ્નોના પોલીસ કમિશનર અગ્રાવલ અને ડીસીપી જાડેજાએ આપ્યા જવાબો

સાયબર ક્રાઇમ, ટ્રાફિક, સુરક્ષીત રાજકોટ, સેલ્ફ ડિફેન્સ સહિતના વિષયો પર સવાલ-જવાબ : મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમઃ પી. આઇ. બી. એમ. કાતરીયા અને પી. આઇ. મેડમ એસ. આર. પટેલ તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટઃ મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે ફિલ્ડ માર્શલ અને ગોવાણી છાત્રાલય ખાતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા 'સીધી બાત' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને બોલબાલા ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો હતો. ફિલ્ડ માર્શલ અને ગોવાણી છાત્રાલયની ૧૦૦૦થી વધુ છાત્રાઓ અને પોલીસ કમિશનર શ્રી અગ્રવાલ વચ્ચે સાયબર ક્રાઇમ, ટ્રાફિક, સુરક્ષીત રાજકોટ, સેલ્ફ ડિફેન્સ સહિતના વિષયો પર પ્રશ્નોત્તરી અને ચર્ચાઓ થઇ હતી. છાત્રાઓ દ્વારા પુછાયેલા વિવિધ પ્રશ્નોના પોલીસ કમિશનરે વિસ્તૃત જવાબો આપ્યા હતાં અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા પુછાયેલા સવાલોના જવાબ આપ્યા હતાં. પી.આઇ. બી.એમ. કાતરીયા, પી.આઇ. મેડમ એસ.આર. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:14 pm IST)