Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપી શિવરાજ ઉર્ફે શિવકુને રાજકોટ આરઆર સેલ રેન્જ ટીમેં ગોંડલથી ઝડપી લીધો

રાજકોટ રેન્જના ગોંડલ સીટી તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા-ફરતા આરોપીને આર,આર,સેલ રાજકોટ રેન્જની ટીમે ગોંડલથી પકડી પાડ્યો છે    રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી.સંદીપ સિંહે  આર.આર.સેલના પો.સ.ઇ.એમ.પી.વાળા ને સુચના કરેલ જે અન્વયે સેલના શિવરાજભાઇ ખાચર તથા સિધ્ધરાજસિહ વાઘેલાને મળેલ બાતમીના  આધારે સ્ટાફના દિગુભા ઝાલા તથા રુપકભાઇ બહોરા નાઓએ મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી. ગુરનં. ૫૬૫૪/૧૮ પ્રોહી. કલમ- ૬૫(ઇ) વિ. તથા ગોંડલ સીટી પો.સ્ટે. પ્રોહી.ગુરનં. ૫૦૭૮/૧૯ પ્રોહી. કલમ- ૬૫(ઇ) વિ. મુજબના ગુનાઓમાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી શિવરાજભાઇ ઉર્ફે શિવકુભાઇ રાજાભાઇ વિકમા (રહે.ડાકવડલા તા.ચોટીલા )ને ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી ધોરણસર અટક કરી ગોંડલ સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે તેમજ સદર આરોપી અટક કર્યા અંગેની જાણ મોરબી તાલુકા પો.સ્ટે.ને કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:33 pm IST)