Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

આંબેડકરનગરમાં ફોરવ્હીલ માંગવા બાબતે આર્યન પરમાર પર હુમલો

રાજકોટ : ગોંડલ રોડ એસ.ટી. વર્ક શોપ પાછળ આંબેડકરનગર શેરી નં. ૧૧ (ઇ)માં રહેતો આર્યન ખીમજીભાઇ પરમાર (ઉ.વ.ર૪) ગઇકાલે તેના મિત્ર સાથે આંબેડકરનગરમાં હતો ત્યારે ભીખુ ધાધલે આર્યનના મિત્ર પાસે ફોરવ્હીલ માંગતા મિત્રએ ના પાડતા ભીખુ ધાધલ, ગોપાલ રાઠોડ, જીતેન્દ્ર મુછડીયા, રાહુલ દવેરા, સાંગો તથા ધમો (રહે. આંબડકરનગર) એ ઝઘડો કરી આર્યન તથા તેના મિત્રને ધારીયુ તથા ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં આર્યને ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે.એ. ખાચરે તપાસ આદરી છે.

(2:27 pm IST)