Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

નવા દોઢસો ફૂટ રોડ પર ઇકોકારમાંથી દારૂની ૧૯ર બોટલ સાથે બે પકડાયા

રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા એસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ટ્રાફિક શાખાા પીએસઆઇ બી.જે. કડછા તથા હેડ કોન્સ. મનહરસિંહ જાડેજા, રફીકભાઇ ડાકોર, ગીરીરાજસિંહ વાઘેલા, ધર્મેશભાઇ ગઢવી, હરેશભાઇ ગોહેલ સહિત નવા દોઢસો ફૂટ રોડ પરિવાહન ચેકીંગમાં હતા ત્યારે પીએસઆઇ બીજો કડછાને મળેલી બાતમીના આધારે જામનગર રોડ તરફથી આવતી જીજે ૧ર એઇ. ૯૮૭૪ નંબરની કાળા કાચ વાળી ઇકો કારને શંકાના આધારે રોકી ચાલક પાસે લાયસન્સ તથા કાગળો માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. બાદ કારની તલાસી લેતા કારમાંથી દારૂની ૧૯ર બોટલ કિંમત રૂ. પ૭,૬૦૦ ની મળી આવતા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે જયજૈમન જયદેવભાઇ શુકલા (ઉ.વ.ર૩) (રહે. ઘંટેશ્વર સાવારીયા ચોરસ મીટર કવાર્ટર) અને જય હસમુખભાઇ વઢવાણીયા (ઉ.વ.ર૧) (રહે. દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે જામનગર રોડ) ની ધરપકડ કરી રૂ. ર.પ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વિનોદનગરના કવાર્ટરમાંથી અને નવલનગરનો મયુર દારૂની ર૧ બોટલ સાથે પકડાયા

ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઇ ગમારા સહિતે બાતમીના આધારે વિનોદનગર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ર૪ નંબરના કવાર્ટરમાંથી દારૂની ર૦ બોટલ મળી આવી હતી. જયારે ફારૂક ઉર્ફે ફારકાની શોધખોળ આદરી છે.

જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી.એસ.ગઢવી સહિત બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ બાલાજી હોલ પાછળની મયુર કાન્તીભાઇ સોલંકી (ઉ.વ.૩ર)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો છે.

(2:27 pm IST)