Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

શહેરમાં ફરાળી લોટમાં ભેળસેળ સામે આરોગ્ય શાખાના દરોડાઃ નમૂના લેવાયા

દાણાપીઠ,કોઠારીયા રોડ, ભાવનગર રોડ, ઠેબર રોડ સહિતનાં ૧૨ સ્થળોએ ચેકીંગઃભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ભાડે આપેલ દુકાન વિનાયક સેલ્સ માંથી પાર્થ તથા માયાણીનગર માંથી પ્રોમ્ટ સેલ્સ માંથીગાય બ્રાન્ડના ફરાળી લોટનો નમૂનો લઇ લેબોરેટરીમાં મોકલી અપાયો

રાજકોટ, તા., ૪: મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દાણાપીઠ, કોઠારીયા, ભાવનગર રોડ સહીતના વિસ્તારમાં ફરાળી લોટના વેપારીને ત્યાં આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે ભાડે આપેલ દુકાન વિનાયક સેલ્સમાંથી પાર્થ બ્રાન્ડ તથા માયાણી ચોકમાં આવેલ પ્રોમ્ટ સેલ્સમાંથી ગાય બ્રાન્ડ સહિત ફરાળી લોટના ત્રણ નમુનો લેવામાં આવ્યા હતા તેમ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું.

આ અંગે આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યા પ્રમાણે શહેરના ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, દાણાપીઠ, મોરબી રોડ, ભુપેન્દ્ર રોડ, ઢેબર રોડ, ભાવનગર રોડ સહિતના વિવિધ વિસ્તારમાં ફરાળી લોટનાં ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામી નારાયણ મંદિરમાં મગનભાઇ બચુભાઇ ઠુંમરને ભાડે આપેલ દુકાન વિનાયક સેલ્સ એજન્સીમાંથી પાર્થ બ્રાન્ડનો રાજગરાનો ફરાળી લોટમાં તથા માયાણીનગરમાં આવેલ પ્રોમ્ટ સેલ્સ કોર્પોરેશનમાંથી ગાય બ્રાન્ડનો રાજગરાનો તથા શીંગોડાનો ફરાળી લોટ સહીત ૩ નમુના લેવામાં આવ્યા છે. આ નમુનાઓ રાજય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. (૪.૧૪)

(4:01 pm IST)