Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ગોંડલ રોડ ચોકડીએ ટ્રાફીક સમસ્યા નિવારવા બુલડોઝર ફેરવી દેવાયું : વાહનો પાસેથી દંડ વસુલીને અનેક વાહનો કબ્જે કરી દેવાયાઃ એકસએમએલએની કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરાઇ

રાજકોટઃ શહેરની ભાગોળે આવેલા ગોંડલ રોડ ચોકડી ઉપર ટ્રાફીકની સમસ્યા માથાના દુઃખાવારૂપ સાબીત થઇ રહી છે ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી નવનિયુકત ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ટીમે ગોંડલ રોડ ચોકડી ઉપર આજે સાંજે પહોંચીને ટ્રાફીકની સમસ્યા દુર કરવા ખાનગી ટ્રાવેલ્સોના બોર્ડ સહીતનું દબાણ બુલડોઝરથી દુર કર્યુ હતું અને દબાણરૂપ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ એકસએમએલએ લખેલી ગાડીમાં બ્લેક ફિલ્મ  દુર કરીને જુદા જુદા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ટીમે થોડીવારમાં જ ગોંડલ રોડ ચોકડીએ ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન હલ કર્યો હતો. આ કામગીરીમાં ટ્રાફીક વિભાગના જે.કે.ઝાલા અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ફરજ બજાવી હતી.

 

(6:15 pm IST)