Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

રાજકોટમાં પોલીસ અને કોર્પોરેશનનું સંયુક્ત ઓપરેશન :લારીઓ-ગલ્લાઓ હટાવાયા :વાહનો ડિટેઇન કરાયા :અનેક વેપારીઓને દંડ ફટકારાયો

રાજકોટમાં પોલીસ અને મ્યુનિ,કોર્પોરેશન ધ્વરા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લારીઓ-ગલ્લાઓના દબાણ દૂર કરવાની સાથે નડતરરૂપ દુકાનો બહારના પતરા સહિતની વસ્તુઓ દૂર કરાઈ હતી સાથે વાહનો ડિટેઇન કરાયા હતા અને અનેક દુકાનદારોને દંડ ફાટકરાયોઃ હતો

  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને આરએમસી કમિશનર બંછાનીધી પાની અને સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી ,નાયબ પોલીસ કમિશનર રવિકુમાર સૈની,મદદનીશ પોલીસ કમિશ્નર ભરત રાઠોડની સૂચનાથી આરએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ અને શહેર પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ સામે કાર્યવાહી કરી હતી

   સંયુક્ત ટીમે કોઠારીયા રોડ પર સોરઠિયાવાડી સર્કલથી દેવપરા  ચોક,હુડકો શાક માર્કેટ સુધી વાહનો દૂર કરાયા હતા તેમ લાંબા સમયથી એક જગ્યાએ પડ્યા રહેતા વાહનો ખસેડવામાં માલિકોને નોટિસ આપી હતી રોડ પરથી 23 લારીઓ,4 કાઉન્ટર,1 વોટરકુલર વિગેરે કબ્જે કર્યા હતા

  ઉપરાંત દુકાનો બહાર પતરા રાખીને અડચણ કરનાર વેપારીઓને જગ્યા રોકાણ શાખા દ્વારા 6000 નો દંડ ફટકરાયોઃ હતો તેમજ અળસિહણરૂપ 3 વાહનોને ડિટેઇન કર્યા હતા

 

(12:58 am IST)