Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

BRTS સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ ૩.૮૭ લાખનો દંડઃ ૭ ખુદાબક્ષો ઝડપાયા

સીટી બસના ૧૦ કંડકટરો સસ્‍પેન્‍ડઃ છેલ્લા અઠવાડીયામાં ૩.૬૬લાખ મુસાફરોએ લાભ લીધો

રાજકોટ,તા.૫: મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ર૭ જુનથી ૩ જુલાઇ સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૩.૮૭ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૦ કન્‍ડક્‍ટરો ફરજ મુક્‍ત કર્યા છે.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૨૭ જુનથી ૩ જુલાઇ  સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સીટી બસની કામગીરી

સીટી બસ સેવા (આરએમટીએસ)માં તા. ર૭ થી ૩૦ દરમ્‍યાન કુલ અંદાજીત ૧.૧૩.૩૦૦ કિ.મી.ચાલેલ છે. તથા કુલ ર.૦ર.૪૭૩ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છ.ે સીટી બસના બસ સ્‍ટોપ તથા પીકઅપ સ્‍ટોપનું જરૂરીયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતુ તેના પર ટાઇમ ટેબલ અદ્યતન કરવાનું કાર્ય ચાલુ છે. સીટી બસ સેવામાં બસ સેવામાં બસ ઓપરેટર શ્રીમારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૦.૪પ૬ કી.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૩.૬પ.૯૬૦ પેનલ્‍ટી કરવામાં આવેલ છે સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોર્ડન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૧૯.૦૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છ.ે

સીટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી / અનિયમિતતા સબબ કુલ ૧૦ કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

ચેકીંગ દરમિયાન કુલ ૭ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલઅંદાજીત રકમ રૂા.૭૭૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ.બસ સેવા

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.ર૭ થી ૩  દરમિયાન કુલ અંદાજીત ર૮.૮૦૦ કિ.મી.ચાલેલ છે તથા કુલ ૧,૬૪,ર૮૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા.૩.૦૧૬ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:55 pm IST)