Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સો રૃપિયા માટે પતિએ લાફા મારતાં નસીમબેને ફિનાઇલ ગટગટાવી લીધું

રૃખડીયાપરાની મહિલા સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૫: રૃખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે રહેતી નસીમબેન હુશેનભાઇ મુલતાની (ઉ.૨૬) નામની પરિણીતા ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

નસીમબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. પતિ હુશેન રિક્ષાચાલક છે. નસીમબેને કહ્યું હતું કે પોતાને સવારે સો રૃપિયા જોઇતાં હોઇ તે બાબતે પતિએ ચડભડ કરી લાફા મારી દેતાં પોતાને માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું.

બીજા બનાવમાં પુનિતનગરમાં રહેતાં શૈલેષ ચંદુભાઇ ચોૈહાણ (ઉ.૩૦) નામના યુવાને અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તે કારખાનામાં કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. અમસ્તા જ પી લીધાનું તેણે રટણ કર્યુ હતું.

(4:17 pm IST)